Only Gujarat

FEATURED National

માતાના મૃતદેહને લઈને બાખડ્યા બે ભાઈઓ, 24 કલાક બાદ પણ ન થઈ શક્યા અંતિમ સંસ્કાર

મહારાષ્ટ્રના પાલઘરમાં કેટલાક વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલી એક મહિલાને તેના એક પુત્ર દ્વારા દફનાવવામાં આવી હતી, જ્યારે તેના અન્ય પુત્રએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પાલઘરમાં એક માતાના અંતિમ સંસ્કારની પદ્ધતિને લઇને બે ભાઈઓ વચ્ચે થયેલી લડાઇથી મહેશ ભટ્ટની 1998માં આવેલી ફિલ્મ ‘ઝખ્મ’ ની યાદો ફરી તાજા કરી દીધી. આ ફિલ્મમાં અભિનેત્રી (પૂજા ભટ્ટ) ના અવસાન પછી તેને દફન કરવા માટે રમખાણો થઈ ગયા હતા.

હિન્દુ પુત્રએ કપડાંથી જલાવી સાંકેતિક ચિતા
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દિલીપ પવારે જણાવ્યું હતું કે, ગુરુવારે પાલઘર જિલ્લાના વડા તહસીલના અવાંડે ગામમાં રહેતી 65 વર્ષીય ફુલાઇ ધાબાડેના મોત બાદ તેના બે પુત્રો મહાદુ અને સુધાન વચ્ચે અંતિમ સંસ્કારને લઈને વિવાદ થયો હતો. મોટો ભાઈ મહાદૂ ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બની ગયો હતો. જો કે, વિવાદ બાદ પણ મહાદુનું જ ચાલ્યુ હતુ અને તેણે તની માતાને કબરમાં દફનાવી દીધી હતી. તેનાથી નારાજ થઈને સુધાને માતાના કપડાથી સાંકેતિક ચિતા જલાવી.

પોલીસકર્મીઓએ આ કેસમાં સમાધાન કરાવ્યુ
પવારે કહ્યું કે, બંને પીછેહઠ કરવા તૈયાર નથી અને વિવાદ વધતો ગયો છે. વિવાદને કારણે અંતિમ સંસ્કાર લગભગ 24 કલાક વિલંબિત રહ્યો હતો. અમને કેસની માહિતી મળતાની સાથે જ એક ટીમ સ્થળ પર પહોંચી અને બંને ભાઈઓને સમજાવ્યા બાદ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો.

પવારે કહ્યું કે, પોલીસ અધિકારી સુધીર સાંખે ગામ પહોંચ્યા અને પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી.એવું નક્કી કરાયુ મહિલાને ખ્રિસ્તી પરંપરા અનુસાર દફનાવવામાં આવશે. ત્યારબાદ મૃતદેહને વસઈ નજીકના પાચુ આઇલેન્ડ પર દફનાવવામાં આવ્યો હતો.

You cannot copy content of this page