Only Gujarat

Bollywood FEATURED

માતા ઘેર-ઘેર માંજતી વાસણો, હવે દીકરાએ જીત્યા 15 લાખ રૂપિયા ને કાર

મુંબઈઃ પોપિંગ માટે જાણીતા ટાઈગર એટલે કે અજય સિંહે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નું ટાઈટલ જીત્યું છે. 15 લાખ ઉપરાંત અજયને વિટારા બ્રીઝા કાર પણ મળી છે. અજયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે જીતેલી રકમમાંથી પોતાની માતા માટે એક ઘર ખરીદવા માગે છે.


મારી માતાને મારી પર ગર્વ છે, આ વાત જ મારા માટે મહત્ત્વની છેઃ અજય ગુરુગ્રામથી મુંબઈ આ શો જીતવાનું સપનું લઈને આવ્યો હતો. તેણે આ સપનું પૂરું કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને અંતે તેની મહેનત રંગ લાવી. તેના માટે આ શોનો અનુભવ ઘણો જ શાનદાર રહ્યો હતો. અત્યાર સુધી માત્ર કોલેજ શો અથવા લોકલ કોમ્પિટિશનમાં જ લોકો તેના વખાણ કરતા હતા અને હવે તેને આખા દેશનો પ્રેમ મળ્યો છે. તેણે દિવસ રાત મહેનત કરી છે. લૉકડાઉન કે શૂટિંગ દરમિયાન તેણે સખ્ત મહેનત કરી હતી. માતાને તેની પર ગર્વ છે, તે જ વાત તેના માટે સૌથી મહત્ત્વની છે.


માતા કામવાળી તરીકે કામ કરતી હતીઃ ઓડિશનના સમયે તેની માતા નતમસ્તક હતી અને તેણે શો જીત્યો ત્યારે પણ તેનું માથું ઝૂકેલું જ હતું. તેની માતા ઘણી જ સાધારણ છે અને તેમના દરેક સપના હવે તેના છે. અત્યાર સુધી તે બીજાના ઘરે જઈને વાસણ ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જોકે, હવેથી તે આ કામ કરશે નહીં. ટ્રોફી જીતીને તે તરત જ માતા પાસે ગયો હતો અને કહ્યું હતું કે તે હવેથી બીજાના ઘરે કામ કરશે નહીં. તેના દીકરાએ થોડાંક પૈસા તો કમાઈ જ લીધા છે. તેની માતા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. તેની માતાએ તેમને મોટા કરવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો અને હવે તે એ પ્રયાસ કરશે કે તેની માતાને કોઈ સંઘર્ષ કરવો પડે નહીં, તેમ અજયે ઉમેર્યું હતું.


માતા માટે ઘર ખરીદવું છેઃ અજયે કહ્યું હતું કે તે પોતાની માતા માટે ઘર ખરીદવા માગે છે. તેણે વર્ષોથી કામ કરે છે પરંતુ પોતાનું ઘર નથી. આ જીતેલી રકમમાંથી તે માતા માટે ઘર ખરીદશે અને ઘરમાં જ કંઈક કામ કરી શકે તેવો પ્રયાસ કરશે. તે નથી ઈચ્છતો કે હવે તેની માતા બીજાના ઘરે કામ કરે. તેની માતાએ ક્યારેય આરામ કર્યો નથી. હવે તે માતાને આરામનું જીવન આપવા માગે છે.


દેશનું નામ રોશન કરવાની ઈચ્છા છેઃ વધુમાં અજયે કહ્યું હતું કે દુનિયામાં ભારતનું નામ રોશન કરવા માગે છે. તેને લાગે છે કે હજી તો તેના સંઘર્ષની શરૂઆત થઈ છે. તે ઈન્ટરનેશનલ લેવલ પર પર્ફોર્મ કરવા માગે છે. તે ભારતનો ધ્વજ દરેક દેશમાં ફરકાવવા માગે છે અને તે માટે ઘણી જ મહેનત કરશે.


રીતિક-ટાઈગરને કોરિયોગ્રાફ કરવા છેઃ તે રીતિક રોશન તથા ટાઈગર શ્રોફનો ફૅન છે અને તક મળી તો કોરિયોગ્રાફ કરવા માગે છે.

You cannot copy content of this page