Only Gujarat

National

મુકેશ અંબાણી શરાબને હાથ પણ નથી અડાડતા, ઘરેથી નીકળતાં પહેલા અચૂક લે છે માતાના આશીર્વાદ

દુનિયાના સૌથી અમીર બિઝનેસમેનની લિસ્ટમાં મુકેશ અંબાણી 12માં નંબર પર છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયનેયર ઈંડેક્સ પ્રમાણે મુકેશ અંબાણી 74.5 ડૉલરની નેટવર્થ સાથે આ સ્થાન પર પહોંચી ગયા છે. આજે અમે મુકેશ અંબાણીની સંપત્તિ વિશે વાત નથી કરી રહ્યા પરંતુ વાત કરી રહ્યા છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની કેટલીક આદતો અને શોખ વિશે.

વેબસાઈટ scmp.com પ્રમાણે મુકેશ અંબાણી ક્યારેય શરાબનું સેવન નથી કરતા. વેબસાઈટના પ્રમાણે આ ધનકુબેરને મીટ ખાવું પસંદ નથી અને તે વેજીટેરિયન ભોજનને પોતાની ડાયટમાં ખૂબ જ પ્રાથમિકતા આપે છે.

મુકેશ અંબાણીના વિશે એ પણ કહેવામાં આવે છે કે તેઓ સવારે જલ્દી ઉઠી જાય છે અને પછી થોડો સમય જીમમાં વિતાવે છે. મુકેશ અંબાણી પોતાના બિઝનેસમાં ખૂબ જ વ્યસ્ત રહે છે પરંતુ તમામ વ્યસ્તતાઓ વચ્ચે તે પોતાના પરિવાર માટે સમય કાઢવાનું નથી ભૂલતા. રોજ ઘરેથી નિકળતા પહેલા માતાના આશીર્વાદ લેવાનું નથી ભૂલતા.

‘Economic Times’ના રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને હિંદી ફિલ્મો જોવી પસંદ છે. તેમને ઘરમાં પોતાનું થિયેટર પણ છે. તો આ રિપોર્ટમાં અનિલ અંબાણીને ફિટનેસ ફ્રીક ગણાવાયા છે. અનિલ અંબાણી વિશે કહેવામાં આવે છે કે તેઓ ફિટનેસને લઈને ખૂબ જ મહેનત કરે છે અને મેરાથોનમાં પણ ભાગ લે છે.

 

You cannot copy content of this page