શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોબાઈલનું નામ? જાણો શાનદાર સેફ્ટી ફિચર્સ

PM Narendra Modi Personal Mobile Rudra: વડાપ્રધાન મોદી એવો ફોન યુઝ કરે જેને કોઇ ટ્રેસ કે હેક નથી કરી શકતું. શાનદાર સિક્યોરિટી અને ઉત્તમ ફેસિલીટીવાળા આ ફોનને કોણે તૈયાર કર્યું? આ ફોનનાં ફિચર્સ તેમજ ટેકનોલોજી જાણીને તમે પણ ચોંકી જશો.

વડાપ્રધાન મોદીના ફોનનું નામ રૂદ્રા છે

મીડિયા રિપોર્ટસ્ અનુસાર PM નરેન્દ્ર મોદી વાતચીત માટે સેટેલાઈટ કે RAX(રેસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ) ફોનનો ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર આ ફોનને PM મોદીની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ફોન એન્ક્રિપ્ટેડ છે જેમાં એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ફોનને હેક કે ટ્રેસ કરવું શક્ય નથી. કારણકે આ ફોન મિલિટ્રી ફ્રીક્વેંસી બેન્ડ પર કામ કરે છે.

ખાસ ઓપરેટિંગ સિસ્ટમ

રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ફોનનો ઉપયોગ કરે છે તેનું નામ ‘રૂદ્રા’ છે અને આ ફોનને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઈઝમાં સેફ્ટીનાં અનેક ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાઈબર અટેકથી બચવા માટે રૂદ્રા ફોનમાં ઈનબિલ્ટ સિક્યોરિટી ચિપ લગાડવામાં આવી છે. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોરમેશન ટેકનોલોજી વિભાગ જેવી એજન્સીઓ સતત તેમના ફોનની દેખરેખ કરે છે.