Only Gujarat

FEATURED National

આ જાણીતા એક્ટરને થયું કેન્સર, થઈ ગઈ એવી હાલત કે જોઈને જ આવવા લાગશે દયા

તમિલના જાણીતા અભિનેતા થવાસી હાલ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ કેન્સરથી પીડિત છે અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એવામાં તેમણે પોતાના નજીકના મિત્રો અને ચાહકોને મદદથી ગુહાર લગાવી છે. થવાસીએ સાઉથની અનેક શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને દર્શકોનું દિલ જીત્યું છે. હાલ તેઓ ખૂબ જ ગંભીર હાલતમાં છે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થવાસીને કેન્સર થયું છે. તેમનો હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલ તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ચાહકો પાસે પોતાના ઈલાજ માટે મદદ માંગી રહ્યા છે. વીડિયોમાં તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે. તેઓ કેન્સરના કારણે ખૂબ જ દુબળા નજર આવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં થવાસી પોતાના ચાહકો પાસે મદદની અપીલ કરતા કહી રહ્યા છે કે, ‘મારું સિનેમામાં 30 વર્ષથી વધુનું કરિયર છે. મે ફિલ્મ કીજહક્કુ ચીમાઈલેથી લઈને અન્નથા(હજી રિલીઝ નથી થઈ)માં કામ કર્યું છે. મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ રીતે બીમારીનો શિકાર થઈ જઈશ. હું આજે કાંઈ પણ કરવાને લાયક નથી રહ્યો. હું સરખી રીતે વાત પણ નથી કરી શકતો.’

વીડિયોમાં થવાસી કહે છે કે, ‘હું ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા સાથી કલાકારો અને રાજ્યના લોકોને મારી મદદ કરવાની અપીલ કરું છું. જેથી હું સ્વસ્થ થઈ શકું અને ફરી અભિનય કરી શકું.’ સોશિયલ મીડિયા પર થવાસીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ અને તેના ચાહકો વીડિયો પર તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સાથે જ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી મદદનો ભરોસો પણ આપી રહ્યા છે. થવાસીના દીકરાએ પણ સોશિયલ મીડિયા પર લોકો પાસે પિતાના ઈલાજ માટે મદદ માંગી છે. તેણે ટ્વિટર પર પિતાની સાથે પોતાની તસવીર શેર કરીને મદદ માંગી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેતા સિવાકાર્તિકેયને થવાસીના હૉસ્પિટલનું બિલ ભરવા માટે આગળ આવ્યા છે. તમને જણાવી દઈએ કે થવાસીએ તમિલ સિનેમાની અનેક ફિલ્મોમાં કૉમેજિ કલાકાર તરીકે કામ કર્યું છે. તેની ફેન ફૉલાઈંગ લાખોમાં છે.

You cannot copy content of this page