Only Gujarat

Bollywood FEATURED

માત્ર પાંચ વર્ષમાં સલમાનની મુન્ની’ થઈ આવડી મોટી, લાગે છે એકદમ સુંદર

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મમાં મુન્નીની ભૂમિકા નિભાવનાર બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં સલમાનની પીઠ પર સવાર નજર આવતી નાનકડી હર્ષાલી હવે મોટી થઈ ગઈ છે અને હવે તસવીરોમાં તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે.

વર્ષ 2015માં આવેલી ફિલ્મ બજરંગી ભાઈજાનમાં નજર આવેલી હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દિવાળીનો તહેવાર હોય કે ભાઈબીજનો મોકો, હર્ષાલી ઈન્સ્ટા અકાઉન્ટના માધ્યમથી ચાહકોને વિશ કરતી રહે છે.

હાલમાં જ તેની ભાઈબીજની તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના ભાઈને ચાંદલો કરતી નજર પડી રહી છે. તસવીરના કેપ્શનમાં હર્ષાલીએ લખ્યું કે- હેપી ભાઈબીજ એ વ્યક્તિને, જે મને ખૂબ જ ચિડાવે છે પરંતુ હું તેને સૌથી વધુ પ્રેમ કરું છું.

દિવાળીના મોકા પર હર્ષાલીએ અનેક તસવીરો શેર કરી છે. જેમાંથી એકમાં તે આરતીની થાળી લઈને માથા પર દુપટ્ટો ઓઢેલી નજર આવી રહી છે. તેની તમામ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

કોઈ તસવીરમાં તે હાથમાં દિવો લઈને નજર આવી રહી છે તો કોઈમાં ઘરમાં રંગોળી બનાવતી નજર આવી રહી છે. હર્ષાલીએ આ તસવીરોને શેર કરીને ચાહકોને હેપી દિવાળી વિશ કર્યું છે.

જણાવી દઈએ કે હર્ષાલી અને તેના ભાઈની બોન્ડિંગ કમાલની છે. તેણે રક્ષાબંધન પર પણ પોતાના ભાઈની સાથે તસવીર શેર કરી છે.

તસવીરના કેપ્શનમાં હર્ષાલીએ લખ્યું હતું કે, “મારા ભાઈ હાર્દિક. જ્યાં સુધી તુ મારી જિંદગીમાં છો, મારે કોઈ જ મિત્રની જરૂર નથી.”

You cannot copy content of this page