Only Gujarat

FEATURED Religion

આજે નૂતન વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી! આ રાશિના જાતકોએ કયા મંત્રનો કરવો પડશે જાપ

મિત્રો, આજે વર્ષની પ્રથમ વિનાયક ચતુર્થી છે, આજના દિવસે શ્રીગણેશજીની પૂજા કરવાનો વિશેષ લાભ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યો છે. આજના દિવસેજે તેમનું પૂજન કરે છે તેમના વિઘ્નો દૂર થાય છે સાથે જ મનોકામના પૂર્ણ થાય છે! અહીં અમે તમારી રાશિ પ્રમાણે તેમના મંત્ર નો જાપ બતાવ્યો છે જે આપના માટે શુભ બની રહેશે.

મેષઃ આજે આર્થિક નવા માર્ગો મળતા જણાય તેમજ મનની મુરાદો પૂરી થતી જણાય, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, નવા સાહસો વિચારીને કરવા હિતાવહ, મુસાફરી ટાળવી, સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યો પાર પડતા જણાય અને પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ द्वैमातुराय नमः

    વૃષભઃ આજે આપના પારિવારિક અવરોધો દુર થતા જણાય તેમજ મધ્યાહન બાદ કોઈ સમાચારની પ્રાપ્તિ સંભવ બને, કામકાજમાં વ્યસ્તતા જણાય, કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી ના જાય તેની તકેદારી રાખવી, આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય.

  • કાર્યક્ષેત્ર: મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્ર માં નવો વળાંક આવી શકે તેમજ ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય અને સામાજિક સંબંધમાં મીઠાશ વધે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે અને સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ द्विमुखाय नमः

    મિથુનઃ આજે દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ જળવાઈ રહેશે અને આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, પારિવારિક નિર્ણય વિચારીને કરવો હિતાવહ, પ્રયત્નો સફળ થતા જણાય, સાંજનો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: વ્યવસાયનાં પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, હિતશત્રુઓ પર વિજય મળે.
  • પરિવાર: જૂના વિવાદ સમાપ્ત થતા જણાય, પારિવારિક સમય ઉત્તમ જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને મનોવાંછિત પરિણામ ની પ્રાપ્તિ સંભવ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ सुमुखाय नमः

    કર્કઃ આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આપનું મૌન આપની અડચણો ની દવા બની રહે, બીજા પ્રત્યે આદરભાવ રાખવો, સામાજિક કાર્યો આગળ વધતા જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં સાથે નવી તક નું નિર્માણ સંભવ બને.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય બાબતે સજાગ રહેવું.
  • આજનો મંત્ર: ॐ उन्मत्तवेषाय नमः

    સિંહઃ આજે અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય, વ્યવસાય કે જમીનનાં પ્રશ્નોનાં સકારાત્મક પરિણામ જણાય, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય તેમજ તેના પ્રશ્નોનું નિરાકરણ જણાય, પારિવારિક મતભેદ ટાળવા.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આવકના કેટલાંક માર્ગ ખુલશે, આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર: ॐ कल्याणगुरवे नमः

    કન્યાઃ આજે સામાજિક કાર્યો આગળ વધતા જણાય, આપને ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, નકારાત્મક વિચારોથી દુર રહેવું, કૌટુંબિક તણાવનો અંત જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: ગેરસમજ મનદુઃખ ટાળવા હિતાવહ, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
  • નાણાકીય: આવકના કેટલાંક માર્ગ ખુલશે, આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: જૂની બીમારીનું નિરાકરણ આવતું જણાય.
  • આજનો મંત્ર: ॐ अपराजिते नमः

    તુલાઃ આજે ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે સાથે જ આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, વધુ પડતા સાહસિક ન થવા સલાહ, આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી, ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે તેમજ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • નાણાકીય: પારિવારિક કલેસ ટાળવો, વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા અપાવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ सर्वैश्वर्यप्रदाय नमः

    વૃશ્રિકઃ આજે પારિવારિક સમય યાદગાર બની રહેશે સાંજે જ સાંજના સમયમાં મહત્વના કાર્યોમાં સાનુકુળતા જણાય સાથે જ મનમાં ધારેલું કામ પાર પડતું જણાય તથા મુસાફરી ટાળવી હિતાવહ, કૌટુંબિક સુખ ઉત્તમ જણાય.

  • કાર્યક્ષેત્ર: અશાંતિના વાદળો વિખરતા જણાય સાથે જ કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય.
  • પરિવાર: સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે અને સંબંધીના સહયોગથી મહત્વના કાર્ય પૂર્ણ થાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ सखये नमः

    ધનઃ આજના દિવસે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સંપર્ક સંભવ, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું હિતાવહ, સામાજિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી.
  • આજનો મંત્ર: ॐ अव्यक्ताय नमः

    મકરઃ આજે આપની આશાઓ ફળતી જણાય તેમજ અંગત મુંજવણો દુર થતી જણાય તથા કાર્યશૈલીમાં વિનમ્રતા જરૂરી, આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તથા નવી યોજના પર કાર્ય આગળ વધે.
  • પરિવાર: પારિવારિક કલેશ થી દુર રહેવું, ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ भक्तनिधये नमः

    કુંભઃ આજે કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે, નકામી ચિંતાથી દૂર રહેવું સાથે જ સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, ગૃહજીવનમાં સંવાદિતા જણાય, આર્થિકક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ પોઝેટીવ વિચારો રાખવા.
  • પરિવાર: ભાઈ – બહેનના સંબંધ માં મધુરતા જણાય, વિવાદ ટાળવો.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ अभीष्टवरदाय नमः

    મીનઃ આજે ઇષ્ટદેવની પ્રાર્થનાથી કાર્યની શરૂવાત કરવી અને વાતચીતમાં કોઈના સાથે ગેર સમજ ના થાય તેની તકેદારી રાખવી, કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, કળાજગતની સાથે સંકળાયેલી વ્યક્તિઓને વિશેષ લાભ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહીં તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય, મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યના બદલાવની અવગણના ન કરવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ गणाधीशाय नमः
  • You cannot copy content of this page