Only Gujarat

FEATURED National

આ મહિલા IAS ઓફિસરના સમગ્ર દેશમાં થઈ રહ્યાં ભરપૂર વખાણ, જાણો કેમ

બેંગલોર: હવે આપણાં દેશમાં મહિલાઓ તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. એ પછી પાયલોટ હોય કે પછી સેનાની ભરતી. હવે તમામ ફિલ્ડમાં મહિલાઓ જોવા મળી રહી છે અને આજ મહિલાઓ પોતાની સારી કારકિર્દી બનાવીને પોતાનું નામ રોશન કરતી પણ જોવા મળી રહી છે. જોકે બેંગલોરમાં BMTCનાં વહીવટી નિયામક સી શિખાએ એક વોલ્વો ચલાવીને બતાવી હતી.

બેંગ્લોરમાં મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં 14 હજારથી પણ વધારે ડ્રાઈવરો છે પરંતુ મહિલા ડ્રાઈવરની સંખ્યા માત્ર 1 જ છે. જેને લઈને મહિલા ડ્રાઈવરોને પ્રેરણા આપવા માટે BMTCનાં વહીવટી નિયામક સી.શિખાએ એક વોલ્વો બસ ચલાવી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો. જોકે સમગ્ર દેશમાં આ મહિલા આઈએએસના ભરપૂર વખાણ થઈ થઈ રહ્યાં છે.

એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, આ પહેલી ઘટના છે જેમાં એક IAS મહિલા ઓફિસરે આ પ્રકારનો નિર્ણય કર્યો હોય. આ સમાચાર જેવા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એવું તરત જ મહિલા અધિકારી સી.શિખાનાં ભરપૂર વખાણ થવા લાગ્યા હતાં. જોકે એક તરફ લોકો BMTCનાં વખાણ કરી રહ્યાં હતાં જ્યારે બીજી તરફ લોકો સવાલ કરતાં હતા કે શિખા પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ છે?

આ અંગે નિયામકે ખાનગી અખબારને જણાવ્યું હતું કે, તે એક ડ્રાઈવિંગ સ્કુલનાં કેમ્પસમાં ગાડી ચલાવી રહ્યાં હતાં. જ્યાં લાઈસન્સની જરૂર રહેતી નથી. ત્યા બાદ કેટલાંક લોકો નિયામક શિખાનાં સમર્થનમાં આવ્યાં હતાં.

મહિલા બસ ડ્રાઈવરોને પ્રેરણા આપવા, ઉત્સાહિત કરવા માટે BMTCનાં વહીવટી નિયામક સી.શિખાએ એવું કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તેમનાં વખાણ થઈ રહ્યાં છે. આ વીડિયો પણ વાયરલ થયો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page