Only Gujarat

National

દહેજ ભૂખ્યો પતિ મારતો હતો માર, પત્નીએ અંતે કંટાળીને કર્યું આ એક કામ

જયપુરમાં પરિણીતાએ પતિ અને દહેજની માંગથી કંટાળીને ગત 22 જુલાઈએ સલફર ખાઈ લીધું હતું. યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 29 જુલાઈએ મોત થઈ ગયું હતું. યુવતી ગર્ભવતી થતાં પતિ અને સાસરિયાઓએ એબોર્શન કરાવવા કહ્યું હતું. યુવતીને ટોણા માર્યા હતાં કે, બાળક કોનું છે? મહિલાએ એબોર્શનની ના પાડી તો નણંદ તાવનું બહાનું કાઢીને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ગોળી ખવડાવીને તેનું એબોર્શન કરાવી દીધું હતું. હાલત બગડતાં યુવતીનો ભાઈ આવીને તેને પિયર લઈ ગયો હતો. ત્યાં સારવાર કરાવી અને તે સાજી થઈ ગઈ હતી. પછી એક દિવસ પતિએ ન કહેવાનું કહ્યું, તે યુવતીથી સહન ના થયું અને તે દિવસે રાતે જ તેણે ઝેર ખાઈ લીધું હતું. 30 જુલાઈની મોડી રાતે પરિણીતાના પિતાએ જમવારામગઢમાં ફરિયાદ કરી છે

રામનિવાસ (48) પુત્ર બિરદારામ નિવાસી ભૂજ જમવારામગઢમાં ફરિયાદ દાખલ કરી છે. તેમણે જણાવ્યું કે, તેમને ચાર દીકરીઓ હતી. બે મોટી દીકરી વર્ષા અને રિતુ જુડવા હતી. 18 વર્ષની થયાં પછી બંનેના લગ્ન 15 માર્ચ 2021માં જોજરાલા જમવારામગઢના રિહોતાશ (21) અને સતરાજ પુત્ર નાથૂરામ સાથે લગ્ન કર્યા હતાં. જેમાં મોટી દીકરીના લગ્ન રોહિતાશ સાથે થયાં હતાં. તો, રિતુના લગ્ન નાથૂરામ સાથે થયાં હતાં. રોહિતાશ અને સતરાજ સગા ભાઈ છે.

રોહિતાશ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. તેમણે લગ્નમાં દહેજમાં એક મૈસીનું ટ્રેક્ટર, 2.50 લાખ રૂપિયા, ફર્નીચર અને ઘરેણાં સહિતનો સામાન આપ્યો હતો. બંને બહેનો સારરીમાં ગઈ ત્યારે તેમની સ્ટડી બંધ કરાવી દીધી હતી. દહેજ અંગે ટોણા મારવામાં આવતાં હતાં. તેમની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી. આરોપ છે કે, વર્ષાનો પતિ રોહિતાશ ફોન પર ઘણી છોકરીઓ સાથે વાત પણ કરતો હતો.

વર્ષાના પિતા રામનિવાસે જણાવ્યું કે, લગ્ન પછી મોટી દીકરી વર્ષા બે મહિનાની ગર્ભવતી હતી. પતિ અને સાસરિયાઓએ તેના પર એબોર્શન કરવવાનું દબાણ કર્યું હતું. તેને કહ્યું હતું કે, કોઈ બાળક જોઈતું નથી. તેને ટોણા મારતાં હતાં કે, ખબર નહીં કોનું બાળક લઈને આવી છે. તેના પર ગોળી ખાવાનું દબાણ બનાવવા લાગ્યા હતાં. તે કોઈક રીતે ચૂપચાપ બધુ સહન કરતી હતી. રોહિતાશની બહેન વર્ષાની તબિયત ખરાબ થતાં સારવાર માટે ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ઘરે આવીને તેણે દવા લીધી હતી. થોડો સમય પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.

તે જોર-જોરથી દુખવાને લીધે બૂમો પાડવા લાગી હતી. તેના પતિ અને સાસરિયાઓએ પેટમાં દુખાવાની વાત કહી હતી. કોઈએ તેની વાત સાંભળી નહોતી. હેરાન થઈને તેના ભાઈ અજયને ફોન કર્યો હતો. અજય તાત્કાલિક વર્ષા પાસે ગયો હતો. તેની હાલત ખરાબ હતી. તે વર્ષા અને રિતુ બંને બહેનોને ઘરે લઈને પાછો આવી ગયો હતો. આ પછી 19 જુલાઈએ તેને સાંગાનેરી ગેટ મહિલા ચિકિત્સાલય જયપુરમાં દાખલ કરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી તે દાખલ રહી હતી. તબિયતમાં સુધારો થતાં તેને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તેને સાસરિયાના કોઈ લોકો મળવા પણ આવ્યા નહોતાં.

ઘરે આવ્યા પછી વર્ષાએ રોહિતાશને 22 જુલાઈની રાતે ફોન કર્યો હતો. તેને કહ્યું કે, તમે મને હોસ્પિટલમા મળવા આવ્યા નહીં. જેના જવાબમાં રોહિતાશે કહ્યું કે, તું મારા માટે મરી ગઈ છું. ઝેર ખાઈને મરી જા. તારી સાથે કોઈ લેવાદેવા નથી. આ પછી રોહિતાશે ફોન બંધ કરી દીધો હતો. વર્ષા અલગ રૂમમાં સૂતી હતી. રાતે તેમણે સલફરની ગોળી ખાઈ લીધી હતી. જે પછી તેની તબિયત બગડી હતી. તેને હોસ્પિટલ લઈ ગયા હતાં. તેની હાલત નાજુક હતી. 29 જુલાઈએ તેનું મોત થઈ ગયું હતું.

બીજી બહેન રિતુ આઘાતમાં સરી પડી
વર્ષા સાથે તેની બહેન રિતુને પણ સાસરિયાઓ દહેજ માટે હેરાન કરતાં હતાં. તેની સાથે પણ સાસરિયાઓ અને પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવી હતી. બંને બહેનો પિયરમાં આવીને રહેતી હતી. વર્ષાના મોત પછી હવે રિતુ આઘાતમાં છે.

You cannot copy content of this page