લગ્નમાં હાજરીમાં દુલ્હને એવું કામ કર્યું કે જોઈને મહેમાનો મોંઢામાં આગળાં નાખી દીધા

દહેજ પ્રથા હજુ પણ આપણાં દેશમાં જોવા મળે છે. પણ લગ્નમાં હવે સામાજિક સેવાની પહેલ પણ જોવા મળે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જિલ્લામાં થયેલાં એક લગ્નમાં કન્યાદાનમાં પિતા તરફથી આપવામાં આવેલી રકમને સમાજના કન્યા છાત્રાવાસ માટે આપવાની જાહેરાત થઈ છે.


બાડમેર શહેરમાં કિશોરસિંહ કનોડની પુત્રી અંજલી કંવરના લગ્નમાં અંજલી કંવરે પિતા તરફથી ભેટમાં આપેલાં રૂપિયા સમાજના કન્યા છાત્રાવાસ માટે આપવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. જે પછી તેના પિતાએ સ્વીકારીને રાજપુત કન્યા છાત્રાવાસ માટે આ રકમ આપવાની સ્વીકૃતિ આપી તો વરપક્ષના કેપ્ટન હીરસિંહ ભાટીએ પણ તેને તાત્કાલિક સ્વીકૃતિ આપી દીધી હતી.


સમારોહમાં હાજર જાનૈયાઓ અને મહેમાન સામે તારાતરા મઠના મહંત સ્વામી પ્રતાપપુરી શાસ્ત્રીએ આ સમાજ માટે સારી પહેલ ગણાવીને કહ્યું કે, ધનને સમાજના હિતમાં લગાવવું અને કન્યાદાન સમયે કન્યા છાત્રાવાસની વાત કહેવી તે પોતાના સમાજને પ્રેરિત કરવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. સમારોહમાં હાજર જાનૈયાઓ અને મહેમાન સામે તારાતરા મઠના મહંત સ્વામી પ્રતાપપુરી શાસ્ત્રીએ આ સમાજ માટે સારી પહેલ ગણાવીને કહ્યું કે, ધનને સમાજના હિતમાં લગાવવું અને કન્યાદાન સમયે કન્યા છાત્રાવાસની વાત કહેવી તે પોતાના સમાજને પ્રેરિત કરવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.


તેમણે કહ્યું કે, આ પહેલાં કિશોરસિંહ કનોડે આ છાત્રાવાસ માટે એક કરોડથી વધુની રકમ આપી છે અને હવે બાકીની રકમ માટે પણ આ રીતની પહેલ કરી એક ઊદાહરણ રજૂ કર્યું છે. કન્યાદાનમાં લગભગ 75 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. જેનો હવે છાત્રાવાસ માટે ઉપયોગ કરવામાં આવશે.


આ ખાસ અવસરે કિશોરસિંહે કહ્યું કે, તેમની દીકરીની ઇચ્છા હતી અને તેને કહ્યું હતું કે, કન્યા છાત્રાવાસ માટે રકમ આપવામાં આવે. આ સમાજહિતના વિચારોને મહત્ત્વ આપી મેં તાત્કાલિક રકમ આપવા માટે હા પાડી દીધી હતી. આ સમાજ હિતમાં હશે અને દીકરીઓ તેમાંથી આગળ વધી શકશે. એટલું જ નહીં આ અવસર પર છોકરીના દાદાજી સસરા એટલે કે હીરસિંહ ભાટીએ કહ્યું કે, અંજલીએ અમારા ઘરની વહુ બનીને આવી રહી છે. તેમને પોતાની ઇચ્છા વ્યક્ત કરી તેનાથી મને ખુશી થઈ છે.


સમાજ હિતમાં આ કાર્ય કરવાની ઇચ્છા અને તે પણ કન્યા માટે સૌથી મોટું શું કામ હોઈ શકે છે. વહુની ઇચ્છાને અમે સર્વોપરી રાખી છે. આમ તો જોવામાં એક સારી પહેલ છે. જેમાંથી સમાજમાં એક સકારાત્મક સંદેશ જશે અને દહેજ પ્રથાને પણ રોકી શકાશે.