Only Gujarat

Bollywood FEATURED

હિટ હોવા છતાંય દયાભાભીથી લઈ ‘સંધ્યા’ના સૂરજે છોડી દીધી ગ્લેમર ઈન્ડસ્ટ્રી

બોલીવુડ અને ટીવીની દુનિયા ચકાચોંધ ભરી છે. દેશભરમાંથી લોકો મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. કેટલાક સફળ થઈ જાય છે, તો કેટલાકનું કરિયર એ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતું. અનેક કલાકારો સફળ હોવા છતા પણ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ જાય છે.આજે અમે એવા જ કલાકારોની વાત કરશું જેણે ટીવી કરિયરને છોડી દીધું છે અથવા તો તેનાથી અંતર બનાવી લીધું છે.

ટીવીનો જાણીતો ચહેરો છે દિશા વાકાણી. સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેણે દયાબેનની ભૂમિકા ભજવી હતી. બાળકના જન્મ વખતે દિશાએ સીરિયલમાંથી બ્રેક લીધો હતો. પરંતુ તે પછી તેઓ નાના પડદા પર પાછા ન આવ્યા. તેમના પ્રશંસકો આજે પણ તેમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. તો મેકર્સે પણ શોમાં તેમના પાછા ફરવાની આશા રાખી છે.

અભિનેતા અનસ રાશિદે સીરિયલ દીયા ઔર બાતી હમમાં સૂરજ રાઠીની ભૂમિકા ભજવી હતી. અનસને લોકોએ ખૂબ જ પસંદ કર્યા પરંતુ તે જલ્દી જ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી કંટાળી ગયા. વર્ષ 2018માં તે પોતાના ગામ પાછા જતા રહ્યા અને ખેતી કરવા લાગ્યા. અનસનો લુક પહેલાથી થોડો બદલાઈ ગયો છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફેમ અભિનેત્રી મોહિના કુમારી સિંહે લગ્ન બાદ ટીવી ઈન્ડસ્ટ્રી છોડી દીધી. સીરિયલમાં તે કીર્તિ સિંઘાનિયાના રોલમાં હતી. મોહિનાએ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા જ તેણે જાહેરાત કરી હતી કે તે હવે ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરે.

અભિનેત્રી મિહિકા વર્માએ યે હે મોહબ્બતેંમાં દિવ્યાંકા ત્રિપાઠીની ઑનસ્ક્રીન બહેનની ભૂમિકા ભજવી હતી. લગ્ન બાદ મિહિકાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. તે પતિ આનંદ કપાઈ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે.

અભિનેતા સિજેન ખાનને સીરિયલ કસૌટી ઝિંદગી કી થી ખૂબ જ લોકપ્રિયતા મળી. સિજેને સીરિયલમાં અનુરાગ બાસુની મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લી વાર વર્ષ 2009માં આવેલા ટીવી શો સીતા ઔર ગીતામાં જોવા મળ્યા હતા.

બોલીવુડ અને ટીવીની દુનિયા ચકાચોંધ ભરી છે. દેશભરમાંથી લોકો મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા આવે છે. કેટલાક સફળ થઈ જાય છે, તો કેટલાકનું કરિયર એ ઉંચાઈ સુધી નથી પહોંચી શકતું. અનેક કલાકારો સફળ હોવા છતા પણ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ જાય છે.આજે અમે એવા જ કલાકારોની વાત કરશું જેણે ટીવી કરિયરને છોડી દીધું છે અથવા તો તેનાથી અંતર બનાવી લીધું છે.

You cannot copy content of this page