Only Gujarat

FEATURED National

ફોઈ-ભત્રીજા પડ્યાં એકબીજાના પ્રેમમાં, છુપાઈને મળતા એકબીજાને અને એક દિવસ…

ધૌલપુરઃ તમે અવાર નવાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે, જેને થાય તે ગમે તે હદ પાર કરી શકે છે. પ્રેમ જાત-પાત, ઉંમર, સંબંધ જોતો નથી. આવી જ એક હેરાન કરનારી ઘટના રાજસ્થાનમાં સામે આવી છે. જેમાં ફોઈ અને ભત્રીજાને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો. બાદમાં બંનેએ લગ્ન કરી જીવનભર સાથે રહેવાની સોગંધ પણ ખાઇ લીધા. પરંતુ આ વાતની જાણ પરિવારજનોને થતા તેમણે બંનેને મોતને ઘાટ ઉતારી દીધા.

આ દર્દનાક ઘટના ધૌલપુરના રાજખેડા થાના વિસ્તારમાં થઇ. અહીં શનિવાર 6 જુને યુવતીના પરિવારજનોએ પ્રેમી યુગલ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. ઘાતકી હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું તો સારવાર માટે ખસેડવા દરમિયાન જ યુવતીનું પણ મૃત્યુ થઇ ગયું. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છાવા દોડી આવ્યા અને આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી ધરપકડ સહિતની કામગીરી હાથ ધરી હતી.

જાણકારી પ્રમાણે પ્રેમ કરનારા યુવક અને યુવતી એક જ કુટુંબના હતાં, જે સંબંધમાં ફોઈ-ભત્રીજા થતા હતા. તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા પરંતુ એક દિવસ યુવતીના પરિવારજનોને આ અંગે જાણ થઇ ગઇ તો તેમણે બંનેને સમજાવ્યા પરંતુ તેમ છતા બંને છૂપાઇને મળવા લાગ્યા. શનિવાર 6 જુને બંનેને રંગેહાથ પકડાયા અને યુવતીના પરિવારજનો રોષે ભરાઇ ગયા.

યુવતીના પરિવારજનોએ અંદાજે છથી વધુ લોકોએ પ્રેમી જોડા સાથે કુહાડી-લાકડીથી મારપીટ કરી. આ મારપીટમાં યુવક-યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. તો વધુ અવાજ થતા આસપાસ રહેતા લોકો એકત્રિત થઇ ગયા હતા.

યુવકના પરિવારજનો જ્યારે પુત્રને આવી સ્થિતિમાં જોયો તો તેઓ યુવતીના પરિવારજનો સામે હાથ જોડવા લાગ્યા. પરંતુ તેઓ માન્યા નહીં અને મારપીટ ચાલુ રાખી. બાદમાં પીડિત પરિવારજનોએ પોલીસને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી હતી.

ઘટનાની જાણ થતા જ જિલ્લા ક્લેક્ટર રાકેશ જયશ્વાલ, એસડીએમ સંતોષ ગોયલ, પોલીસ ઉપાધ્યક્ષક મનિયા વાયુદેવ પણ દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. યુવક અને યુવતીના મૃતદેહને પોતાના કબજામાં લઇ રાજાખેડા સ્થિત શહીદ રાઘવેન્દ્ર સિંહ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રની મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતાં.

You cannot copy content of this page