Only Gujarat

National TOP STORIES

કોરોનાના વધતા કેસની વચ્ચે ભારતમાં અનલૉક 1ની શરૂઆત, જાણો શું છે નિયમો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારના નિર્ણયથી દેશમાં 8 જુનથી અનલોક-1ની શરૂઆત થઇ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મંદિર સહિત ધાર્મિક સ્થળોને 8 જુનથી ખોલવાની મંજુરી આપી દીધી છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન માટે બેરિકેટ્સ લગાવવામાં આવ્યાં છે. જોકે, ગૃહમંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે લોકોને આ સંક્રમણને રોકવા અને પોતાની સુરક્ષા માટે કેટલાક નિમયોનું પાલન કરવું જરૂરી હશે. તો આવો જાણીએ આ 10 નિયમ કયા કયા છે.

1. માસ્કનો ઉપયોગ- ગૃહમંત્રાલયે કહ્યું છે કે સાર્વજનિક સ્થળો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન તમામ લોકોએ ફેસ કવર કરવું જરૂરી હશે. વડાપ્રધાન મોદીએ પહેલા જ કહી ચૂક્યા છે કે લોકો ઘરની બહાર માસ્ક વગર ના નીકળે. એટલે કે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે માસ્ક પહેરવું અનિવાર્ય છે.

2. બે ગજનું અંતર- લોકોએ એકબીજા વચ્ચે 6 ફૂટ એટલે કે અંદાજે બે ગજનું અંતર જાળવી રાખવાનું કહેવામાં આવ્યું છે. દુકાનો પર એક સાથે 5થી વધુ ગ્રાહકોને એકત્રિત થવાની મંજુરી નહીં હોય. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું અનિવાર્ય રૂપથી પાલન કરવું પડશે. તો મંદિરોમાં ઉભા રહેવા માટે નિશાન બનાવવામાં આવ્યા છે.

3. માસ ગેધરિંગ હજુ પણ પ્રતિબંધિત – ગૃહમંત્રાલયે માસ ગેધરિંગ પર પહેલાની જેમ જ પ્રતિબંધો યથાવત્ રાખ્યા છે. વધુ લોકો એક જગ્યાએ ભેગા થવા અને સમારોહ કરવાની મંજુરી આ વખતે પણ આપવામાં આવી નથી. ગૃહમંત્રાલયે પહેલાની જેમ લગ્ન માટે 50 મહેમાનો અને અંતિમ યાત્રામાં 20 લોકોને સામેલ થવાની છૂટ આપી છે. સાથે જ મંદિર અને ધાર્મિક સ્થળો પર એક સમયે 5 લોકોને જ પ્રવેશ કરવાની મંજુરી આપી છે.

4. દરેક જગ્યાએ થુંકવા પર પ્રતિબંધ- ગૃહમંત્રાલય દ્વારા જાહેર ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ સાર્વજનિક સ્થળે થુંકે છે કે તો રાજ્યના નિયમો પ્રમાણે તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. સાર્વજનિક સ્થળો પર થુંકવાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

5. તમાકુના સેવન પર પ્રતિબંધ- ગૃહમંત્રાલય દ્વારા જાહેર ગાઇડલાઇન પ્રમાણે તમાકુ, પાન, ગુટખા સહિત અન્ય પદાર્થો સાર્વજનિક સ્થળો પર સેવન કરવું પ્રતિબંધિત હશે.

6. વર્ક ફ્રોમ હોમ- ગૃહમંત્રાલયે કહ્યું કે જેટલું બની શકે તેટલું કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવે અને હજુ કાર્યાલયોમાં વધુ લોકોને એકત્રિત કરવામાં ના આવે. માત્ર જરૂરી કર્મચારીઓને જ ઓફિસ આવવા દેવામાં આવશે.

7. રોટેશન સિસ્ટમ- કાર્યાલયો, કાર્યસ્થળો, દુકાનો, બજાર અને અન્ય સ્થળો પર રોટેશથન સિસ્ટમ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જેનાથી માસ ગેધરિંગને રોકી શકાય અને કોરોના સંક્રમણથી બચી શકાય.

8. સ્ક્રિનિંગ એન્ડ હાઇજીન – કોઇપણ કોમન એરિયામાં એન્ટ્રી પહેલા થર્મલ સ્કેનિંગ, હેન્ડવોશ અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે.

9. સેનિટાઇઝેશન – જ્યાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય ત્યાં રેગ્યુલર સેનિટાઇઝર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ડોર હેન્ડલને પણ સેનેટાઇઝ કરવા પડશે. શિફ્ટ વચ્ચે સેનિટાઇઝેશનું કામ કરવું પડશે.

10. કાર્ય સ્થળો પર સોશિયલ ડિસ્ટેન્સિંગ – કાર્યસ્થળો પર પરસ્પર સોશિયલ ડિસ્ટેન્સિંગ અને શિફ્ટ વચ્ચે જગ્યા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શિફ્ટ અને લંચ બ્રેક વચ્ચે પણ સમય રાખવો પડશે. આવું કરવાથી એક સમયે એક જગ્યાએ વધુ લોકો એકત્રિત ના થઇ શકે અને કોરોના સંક્રમણ ફેલાવાથી રોકી શકાય.

You cannot copy content of this page