Only Gujarat

FEATURED National

ભારતમાં કોરોના સામે આ ડોક્ટર આપી રહ્યાં છો બરોબરની ટક્કર, જાણો તેમના વિશે બધું જ

નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે એઇમ્સના નિર્દેશક ડોક્ટર રણદીપ ગુલેરિયાએ અનેક વખત કોરોનાના ખતરાને લઇને એલર્ટ કર્યા છે. તેમણે પહેલા જ કહ્યું હતું કે જુનમાં કોરોનાના કેસ ઝડપથી વધશે. હાલમાં જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે બેથી ત્રણ મહિનામાં કોરોનાની દવા આવી જશે. એવામાં કહેવામાં આવે છે કે અંતે ડોક્ટર રણદીપ ગુલેરિયા કોણ છે ? તેમણે મેડિકલના ક્ષેત્રમાં શું શું કામ કર્યું છે, તે જાણવા જેવું છે.

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ડોક્ટર ગુલેરિયાને હીરો તરીકે જોવામાં આવે છે. તેમણે એક મહિના પહેલા જ કહ્યું હતું કે જુન અને જુલાઇમાં કોરોનાના કેસ ઝડપથી વધશે અને આવું જ થઇ રહ્યું છે. આ ઉપરાંત જ્યારે ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા તો અહીં તેઓ અહીંયા આવ્યા હતાં. ગુજરાત પહોંચી ડોક્ટર ગુલેરિયાએ સ્થાનિક ડોક્ટર્સને જણાવ્યું કે કેવી રીતે કોરોના મહામારીથી સંક્રમિત દર્દીની સારવાર કરી શકાય. આ સલાહનું સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યું છે.

ડોક્ટર રણદીપ ગુલેરિયાને 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી ડોક્ટર ગુલેરિયા દેશના પ્રથમ ડોક્ટર છે, જેમને પલ્મોનરી એન્ડ ક્રિટિકલ કેયર મેડિસિન (Pulmonary and Critical Care Medicine)માં ડીએમની ડિગ્રી મેળવી હતી.

ડોક્ટર ગુલેરિયાએ ચંદીગઢથી પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાંથી ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે 1992માં આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસન જોઇન કર્યું હતું.

ડોક્ટર ગુલેરિયાને એઇમ્સમાં દેશનું પ્રથમ પલ્મોનરી મેડિસિન એન્ડ સ્લીપ ડિસઓર્ડર સેન્ટર શરૂ કરવાનું શ્રેય આપવામાં આવે છે. આ સેન્ટરની શરૂઆત 2011માં કરવામાં આવી હતી. ડોક્ટર ગુલેરિયાના પિતા જગદેવ સિંહ ગુલેરિયા એઇમ્સના ડીન રહી ચૂક્યા છે. આ એ સમયની વાત છે જ્યારે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ગોળી લાગ્યા બાદ એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.

ભારત સરકારે તેમને રેસ્પિરેટ્રી મસલ, ફંક્શન, લંગ્સ કેન્સર, અસ્થમા, સીઓપીડીમાં યોગદાન અને 400થી વધુ નેશનલ તથા ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સમાં પ્રકાશિત રિસર્ચ માટે 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતમાં નવી બીમારી વિશે જાણવા અને નેશનલ લેવલ પર એન્ટીબાયોટિકના રસિસ્ટેન્સને કંટ્રોલ કરતી કમિટીના મેમ્બર પણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની નિયુક્તિ સંબંધી સંમિતિએ ડોક્ટર ગુલેરિયાને 5 વર્ષ માટે એઇમ્સના નિર્દેશક નિયુક્ત કર્યા. ડોક્ટર રણદીપ ગુલેરિયા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં 2010-13 સુધી એડવાઇઝર રહી ચૂક્યા છે. 1998થી અટલ બીહારી વાજપેઇના પર્સનલ ફિજિશિયન રહ્યાં હતાં. આ ઉપરાંત ભારત સરકારે તેમને અનેક મોટી પર્સનાલિટીને સ્વસ્થ રાખવાની જવાબદારી આપી છે.

ડોક્ટર ગુલેરિયાને 298 રિસર્ચ અને 36 પુસ્તકો માટે રાજ નંદ્રા ટ્રસ્ટ અને રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન લંડન તરફથી ફેલોશિપ પણ આપવામાં આવી હતી.

ડોક્ટર ગુલેરિયાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સારવાર કરી હતી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પણ સારવાર ગુલેરિયાની દેખરેખમાં થઇ હતી. ડોક્ટર ગુલેરિયાએ ભારતીય નેતાઓ ઉપરાંત નેપાળના પૂર્વ વડાપ્રધાન સુશીલ કોઇરાલાની પણ સારવાર કરી ચૂક્યા છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં ગુલેરિયાએ કહ્યું કે 2-3 મહિનામાં કોરોનાની કોઇક ને કોઇક દવા બની જશે. વગર લક્ષણવાળા દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂરિયાત નથી. માત્ર તેમણે ઘરમાં બધાથી અલગ રહેવાનું છે. 99 ટકા કેસમાં લક્ષણ વગરના દર્દી એવા છે, જે સાજા થઇ જાય છે.

You cannot copy content of this page