Only Gujarat

Bollywood

વરસાદી માહોલની વચ્ચે સ્ટાર્સના ઘરમાંથી આવી દેખાય છે માયાનગરી મુંબઈ

મુંબઈ: લૉકડાઉનમાં સેલેબ્સ પોતાના ઘરે જ છે. સોશિયલ મીડિયા પર તેઓ ક્યારેક પોતાની જુની તસવીરો તો ક્યારેક ઘરની અંદરની તસવીરો શેર કરતા રહે છે. તાજેતરમાં મુંબઈમાં વરસાદ પડ્યો ત્યારે પણ સેલિબ્રિટીઝે પોતાના ઘરથી તસવીરો શેર કરી હતી. વરસાદના સમયે સેલેબ્સ ઘરની બાલ્કનીમાં જોવા મળ્યા હતા. અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે અક્ષય કુમારથી લઈ વિક્કી કૌશલના ઘરની તસવીરો, જ્યાંથી તેઓ બહારનો નજારો જોતા હોય છે.

અનુષ્કા શર્માએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરી હતી. આ તસવીર તેના ઘરની બાલ્કનીમાં રહીને ક્લિક કરવામાં આવી છે. જેમાં વાદળછાયું વાતવરણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જ્યારે બીજી તસવીરમાં અનુષ્કા કોફી સાથે જોવા મળી રહી છે.

પરિણીતી ચોપરાના ઘરની બહારની આ તસવીર. વરસાદી વાતાવરણ જોઈ પરિણીતી ઘણી ખુશ થઈ જાય છે. આ તસવીર સાથે તેણે લખ્યું કે,‘આ મારી ફેવરિટી ઋતુ છે.’

કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું, ‘એલિયન્સના અટેકની રાહ જોઈ રહ્યાં છીએ. હા..હા… સીરિયસલી, કોઈ વીએફએક્સની જરૂર જ નથી.’

વિક્કી કૌશલ ઘરની બાલ્કનીમાંથી સનસેટની મજા માણતા સમયે. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર શેર કરી હતી. સનસેટ જોતા સમયે વિક્કી કૌશલ સંપૂર્ણ રીતે તેમાં ખોવાઈ ગયો હતો.

અક્ષય કુમારના ઘરની બહારનું દ્રશ્ય કંઈક આવું જોવા મળે છે. તેનું ઘર સમુદ્ર કિનારે આવેલું છે. આ તસવીર ટ્વિંકલ ખન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી હતી, જેમાં અક્ષય કુમાર પણ જોવા મળી રહ્યો છે.

You cannot copy content of this page