Only Gujarat

Bollywood FEATURED

84 વર્ષના ધરમપાજીના ખેતરો સૂકાઈ ગયા, જમીન થઈ ગઈ વેરાન

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. ભારતમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય લોકો પણ સેલેબ્સ પણ પોતાના ઘરમાં બંધ છે. જોકે, સેલેબ્સ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ચાહકો સમય-સમય પર અપડેટ કરતા રહે છે. જ્યારથી લૉકડાઉન થયું છે તો ધર્મેન્દ્ર પોતાના લોનાવાલાના ફાર્મહાઉસ પર છે. તેઓ ઘર પણ નથી જઈ શકતા. તેમણે હાલમાં જ પોતાના ફાર્મહાઉસ સાથે જોડાયેલો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

84 વર્ષના ધર્મેન્દ્રએ પોતાના સૂમસામ પડેલા ફાર્મહાઉસની ઝલક બતાવી છે. આ વીડિયાના કેપ્શન લખ્યું, ભૂલી જાઓ તમારા દુઃખ, ઉઠો ધરમ માનવતાની સેવા માટે…

ધર્મેન્દ્રએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમનું ફાર્મહાઉસ વેરાન પડ્યું છે. ખેતરો પણ સુકાઈ ગયા છે. દરેક બાજુ ઉદાસી છવાઈ ગઈ છે.

જોઈ શકાય છે કે તેમનું ફાર્મહાઉસ એકદમ શાંત પડ્યું છે. ચારે તરફ ખામોશી જોવા મળી રહી છે.

ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ લોનાવાલા પાસે આવેલું છે.

ફાર્મહાઉસમાં તેમની પાસે અનેક ગાય અને ભેંસ છે. તેઓ અહીં ઓર્ગેનિક ખેતી કરે છે.

તેમના ફાર્મહાઉસની આસપાસ પહાડ અને ઝરણાં છે. સાથે જ 1, 000 ફૂટ ઊંડું સરોવર પણ છે.

ધર્મેન્દ્ર મુંબઈ પાસે લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં ફુરસતની ક્ષણો વિતાવે છે. તેમણે ફાર્મહાઉસના અનેક ફોટો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. ધર્મેન્દ્રનું બાળપણ પંજાબના સાહનેવાલમાં પસાર થયું. તેમના પિતા સ્કૂલમાં હેડમાસ્ટર હતા. ધર્મેન્દ્રએ 1960માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page