Only Gujarat

FEATURED Sports

ફૂટબોલર ખેલાડી રોનાલ્ડોએ ખરીદી દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત જાણી દંગ રહી જશો

પોર્ટુગલના ચર્ચિત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુનિયાની સૌથી મોંઘી કાર બગાટી લા વાઓએવર ખરીદી છે. રોનાલ્ડો જે ક્લબ તરફથી ફૂટબોલ રમે છે એ ક્લબે હાલમાં જ 36મી સીરી એ ચેમ્પિયનશિપ જીતી હતી. આ જીત બાદ પોતાને જ ગિફ્ટ આપવા માટે તેણે જાણે આ કાર ખરીદી છે. કારની કિંમત જાણી તમે દંગ રહી જશો. આ કારને ખરીદવા માટે તેણે 75 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

જે કાર રોનાલ્ડોએ ખરીદી છે તેને બનાવતી કંપનીએ આવી 10 કાર જ બનાવી છે. બગાટી લા વાઓએવર (સેંટોડિસી)ને ખરીદવા માટે તેણે અંદાજે 8.5 મિલિયન યુરો(અંદાજે 75 કરોડ)ની કિંમત ચૂકવી છે.

35 વર્ષિય સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કારનો ફોટો પોતાના ફેન્સ માટે અપલોડ કર્યો અને આ વાતની જાણકારી આપી. દુનિયાની સૌથી મોંઘી કારના માલિક રોનાલ્ડોના ગેરેજમાં હવે જેટલી કાર છે તેમની કિંમત એક સાથે લગાવવામાં આવે તો તે 30 મિલિયન યૂરો એટલે કે અંદાજે 264 કરોડથી પણ વધું છે.

બગાટી લા વાઓએવર કાર 380 કિમી પ્રતિ કલાકની સ્પિડ પકડી શકે છે. 2.4 સેકન્ડમાં આ કારની સ્પિડ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે.

જો કે આ કાર માટે રોનાલ્ડોને 2021 સુધી રાહ જોવી પડશે અને તેને આવતા વર્ષે કારની ડિલિવરી મળશે. હાલમાં જ બગાટી અને નાઇકીએ સાથે મળી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે એક ખાત બૂટ લોન્ચ કર્યું છે.

સ્પોર્ટ્સવેયર બ્રાંડે ઓટોમોબાઇલ બ્રાસ સાથે મળી નાઇકે મર્ક્યુરિયલ સુપરફ્લરી CR7 Dieci લોન્ચ કર્યું. જે સેંટોડાઇસી અથવા બગાટી લા વાઓએવરથી પ્રેરિત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page