સુંદરતામાં નીતા અંબાણીને પણ ટક્કર આપે છે તેમની મોટી બહેન, ઘરે બેસીને ઓળખો

વિશ્વ વિખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીના પરિવાર વિશે લોકો જાણવા માટે ઉત્સુક હોય છે. મુકેશ અંબાણીએ તેમની મહેનત અને ધગશથી સૌથી મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે જેને લીધે વિશ્વના ટૉપ બિઝનેસમેનના લિસ્ટમાં તેમનું નામ સામેલ છે. બે વર્ષ પહેલાં જ મુકેશ અંબાણીએ તેમના દીકરા આકાશ અંબાણીના લગ્ન કર્યાં હતાં. જેમાં ઘણાં VIP ગેસ્ટ સામેલ થયાં હતાં. આ દરમિયાન નીતા અંબાણીની મોટી બહેન ખૂબ જ ચર્ચામાં હતી. જેના વિશે અને તમને જણાવીએ.

અંબાણી પરિવારની મોટી વહુ નીતા અંબાણી ઘણીવાર કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં રહે છે, પણ આકાશ અંબાણીના લગ્ન વખતે તેમની બહેન ચર્ચામાં હતી. હાલમાં જ નીતા અંબાણીની મોટી બહેન મમતા દલાલ અને તેમની મા પૂર્ણિમા દલાલના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં. નીતા અંબાણીની બહેન મમતા દલાલ લાઇમલાઇટની દુનિયાથી ઘણી દૂર છે અને એક સામાન્ય જિંદગી જીવી રહી છે.

ખૂબ જ સુંદર છે નીતા અંબાણીની બહેન
સોશિયલ મીડિયા પર જ્યારે નીતા અંબાણીની બહેન મમતા અને તેમની મા પૂર્ણિમાના ફોટો વાઇરલ થયાં ત્યારો લોકો મમતા દલાલની સુંદરતાના વખાણ કરતાં હતાં. મમતા દલાલ સુંદરતામાં નીતા અંબાણી કરતાં ચાર ડગલાં આગળ છે. દરેક લોકો કહે છે કે, મમતા દલાલ નીતા અંબાણીને સુંદરતામાં જબરદસ્ત ટક્કર આપે છે.

સિમ્પલ લાઇફ જીવે છે નીતા અંબાણીની બહેન
નીતા અંબાણીની બહેન મમતા દલાલ ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે. મમતા દલાલ લાઇમલાઇટથી ખૂબ જ દૂર રહે છે. કેમ કે, મમતા અંબાણી સ્કૂલમાં ટીચર છે. મમતા દલાલ બોલિવૂડ સ્ટારના બાળકોને ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ભણાવે છે અને તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘દુનિયા માટે તે ભલે સ્ટાર કિડ્સ હોય, પણ મારા માટે એક સાધારણ સ્ટૂડન્ટ્સ છે.’

રેમ્પ વૉક કરતી પણ જોવા મળી છે મમતા દલાલ
આમ તો મમતા દલાલ લાઇમલાઇટની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ ઘણીવાર તેમણે ફૅમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વૉક કર્યું છે. જોકે, મમતા દલાલ ક્યારેય ખુદ પર ઘમંડ કરતા નથી અને બાળકોમાં ભેદભાવ રાખ્યા વગર ભણાવે છે.

મમતા દલાલે પહેલાંથી જ ટીચર બનવાનું સપનું જોયું હતું અને તેમણે પોતાનું આ સપનું પુરું કર્યું છે. સાથે જ મમતા દલાલ અંબાણી પરિવારના પ્રસંગોમાં ખૂબ જ ઓછા જોવા મળે છે.

You cannot copy content of this page