Only Gujarat

FEATURED National

કોરોનામાંથી સાજી થયેલી પત્નીએ નર્સના પગ પકડીને કહ્યું, મારા પતિ દેવતા છે, સાજા કરી દો

રોહતક, હરિયાણા: કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનને વધારવામાં આવ્યું છે. એવું શરૂઆતથી જ જોવા મળ્યું છે કે, કેટલાક લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. જાણે કે કોરોના કોઈ સામાન્ય બીમારી હોય. બીમારીને છુપાવવું, કોરોના વૉરિયર્સ પર હુમલો કરવો અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ના કરવું. જે લોકો કોરોનાના સંક્રમણને હળવાશથી લે છે, આ તસવીર તેમના માટે છે. જેમના પર વીતે છે, આ દર્દને તેઓ જ સમજી શકે છે. આ મહિલા અને તેના પતિને કોરોના થઈ ગયો છે. મહિલા સાજી થઈને ડિસ્ચાર્જ થઈ ગઈ છે, પરંતુ પતિ હજુ પણ હોસ્પિટલમાં છે. જ્યારે મહિલા હોસ્પિટલથી જવા લાગી તો, તે નર્સના પગે પડીને રડવા લાગી. કહેવા લાગી કે તેમના પતિને પણ ઠીક કરી દો. આ ભાવુક કરનારી ઘટના રોહતકની છે.

દીકરો રહે છે દૂરઃ આ તસવીર પીજીઆઈની બહારની છે. અહીં કકરાના ગામની રહેતી મહિલાના ગુરુવારે બપોરે 2 વાગ્યે વૉર્ડ-24થી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી. મહિલા જ્યારે હૉસ્પિટલની બહાર નીકળી, તો નર્સના પગ પકડીને ભાવુક થઈ ઉઠી. મહિલાનો પતિ પણ સંક્રમિત થયો હતો. હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. મહિલાએ નર્સને કહ્યું કે તેમન માટે તો તેઓ જ ભગવાન છે. હવે તેમના પતિને પણ ઠીક કરી દો. તેમના સિવાય દુનિયામાં કોઈ નથી. એક દીકરો છે, જે રેવાડીમાં રહે છે. મહિલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં પણ ડૉક્ટરોએ તેમનું પુરું ધ્યાન રાખવું.

કેન્સરથી પીડિત છે મહિલાનો પતિઃ મહિલાનો પતિ કેન્સરથી પીડિત છે. તેમનો પીજીઆઈમાં જ ઈલાજ ચાલી રહ્યો છે. મહિલાની ઈમ્યૂનિટી મજબૂત હોવાના કારણે તે 7 દિવસમાં સાજી થઈ ગઈ. મહિલાએ જણાવ્યું કે તેના પતિનો દિલ્લીમાં ઈલાજ ચાલી રહ્યો છે. તે તેમને લઈને દિલ્લી જતી હતી. 22 એપ્રિલે બંને કોરોના સંક્રમિત હોવાની ખબર પડી. કોવિડ 19 કંટ્રોલ રૂમના પ્રભારી ડૉ. વરુણ અરોરાએ જણાવ્યું કે મહિલાને સમજદારી બતાવી. જણાવી દઈએ કે દિલ્લીથી પરત આવવા પર મહિલાને ખબર પડી કે તે સંક્રમિત છે, તો ગામ જવાના બદલે સીધા હોસ્પિટલ ગયા. સાથે જ કોઈને પોતાની પાસે આવવા પણ ના દીધા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page