Only Gujarat

FEATURED National

જેઠાણીને બચાવવા માટે દેરાણીએ જે કર્યું તે જાણીને તમારા ચહેરા પર પણ છવાઈ જશે ખુશી!

સીકરઃ દેરાણી અને જેઠાણી વચ્ચેના ઝઘડાઓ વિશે તો તમે બહુજ સાંભળ્યુ હશે , પરંતુ રાજસ્થાનનાં સીકર જીલ્લાનાં મદની ગામમાં દેરાણી-જેઠાણીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે આ સંબંધનાં મિઠાશની અનોખી ઓળખ ઉભી કરી છે. વાસ્તવમાં આ ગામમાં એક જેઠાણી છેલ્લાં બે વર્ષથી કિડનીની બિમારીથી પરેશાન હતી. તેની જીંદગી ડાયાલિસિસ પર ચાલી રહી હતી. નવી કિડની જ તેને નવું જીવન આપી શકતી હતી. એવામાં જ્યારે દરેક જગ્યાએથી નિરાશા હાથ લાગી તો દેરાણીએ પોતાની કિડની આપવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ સોમવારે (29 જૂન) સફળ ઓપરેશન બાદ દેરાણીની કિડની જેઠાણીને ટ્રાંસપ્લાન્ટ પણ કરી દેવામાં આવી હતી. આ ઘટના એક દાખલો બની ગઈ છે.

પૂર્વ પંચાયત સમિતિની સદસ્ય છે દેરાણીઃ ગ્રામ પંચાયત મદનીની જે દેરાણી કમલેશ સુંડાએ જેઠાણીને કિડની આપી છે તે પંચાયત સમિતિની પૂર્વ સદસ્ય છે. તેમની સાસુ ભગવાની દેવી હવે ગામની સરપંચ છે. તારા દેવી જ્યારે ડાયાલિસીસ પર હતાં, ત્યારથી પરિવારનાં લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ પર વિચાર કરી રહ્યા હતા. પરંતુ વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી.

એવામાં જેઠાણી તારાને મોટી બહેન સમજીને દેરાણી કમલેશ સુંડાએ જ પોતાની કિડની આપવાનું નક્કી કર્યુ હતુ. ત્યારબાદ બંનેને જયપુરના મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સોમવારે સફળ ઓપરેશન કિડની ટ્રાન્સપ્લાન્ટનું કરવામાં આવ્યુ હતુ.

હવે હું મારી ઉંમરનાં બાળકો સાથે રમી શકીશ હોદ ગામની પ્રીતિઃ ખંડેલાનાં હોદ ગામની પ્રિતી હવે પોતાની ઉંમરનાં બાળકો સાથે રમી શકશે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સીકર જીલ્લામાં હ્રદયના ગંભીર રોગથી ગ્રસિત 13 વર્ષની પ્રિતીનું જયપુરની ખાનગી હોસ્પિટલમાં મફતમાં ઓપરેશન થયુ છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ પ્રિતિ ઘરે પાછા ફર્યા બાદ અન્ય બાળકોની જેમ જ રમી શકશે. સાથે જ ઘરના લોકોને પ્રિતિને આગળ ભણાવવા માટેની પણ ચિંતા રહેશે નહી. નોડલ અધિકારી ડૉ. નિર્મલ સિંહે જણાવ્યુકે, જૂન મહિનામાં કાર્યક્રમ હેઠળ હૃદયનાં પાંચ ઓપરેશન થયા છે. જેનાંથી બાળકોને નવું જીવનદાન મળ્યુ છે. ગંભીર હૃદયરોગથી ગ્રસિત હોવાને કારણે પ્રિતી થોડું દોડ્યા બાદ થાકી જતી હતી. સ્ક્રીનિંગ બાદ પ્રિતીનું જયપુરની ખાનગી હોસ્પિટલમાં હૃદયનું મફતમાં ઓપરેશન થયુ છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશનમાં 4-5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

You cannot copy content of this page