Only Gujarat

FEATURED National

ફિલ્મ ‘જુદાઈ’ જેવો બન્યો કિસ્સો, પ્રેમિકાએ પ્રેમીની પત્નીને કહ્યું, તારો પતિ મને આપી દે…

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં સાથે સરકારી નોકરી કરતાં કરતાં 57 વર્ષની એક વિધવાને પોતાનાથી 12 વર્ષ નાના એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો. બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ બાદમાં લોકડાઉન લાગુ થયા બાદ બંને મળી ના શક્યા. આ દરમિયાન બંનેને લાગ્યું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે. એટલું જ નહીં પ્રેમિકાએ શરત રાખી કે પ્રેમીના બદલામાં તે પોતાના જીવનભરની સંપત્તી પ્રેમીની પત્નીને આપવા તૈયાર છે. 57 વર્ષિય પ્રેમિકાના પતિનું 10 વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. બાદમાં તેના પુત્રના લગ્ન બાદ તે એકલતાનો અનુભવ કરી રહી હતી. આ દરમિયાન તે સહકર્મીને પ્રેમ કરી બેસી.

આ મામલો ભોપાલની ફેમિલી કોર્ટમાં કેસ જોનાર કાઉન્સેલર પાસે 17 એપ્રિલે આવ્યો. આ મેટરની કાઉન્સેલિંગ કરી રહેલી કાઉન્સેલર સરિતા રાજાણીએ આ મામલે જાણકારી આપી હતી.


રાજાણીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના સરકારી વિભાગમાં મહત્વના પદ પર પદસ્થ મહિલા સરકારી ઓફિસરના પતિનું 10 વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. બાદમાં તેના પુત્ર-પુત્ર વધુ પણ તિરસ્કારની ભાવના રાખવા લાગ્યા. એવામાં તેની સાથે કામ કરતાં 45 વર્ષના એક સહકર્મી સાથે તેમની નિકટતા વધી ગઇ.


કોરોનાવાઈરસના કારણે ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનમાં 25 માર્ચથી એકલા રહ્યાં દરમિયાન મહિલાને પોતાના પ્રેમીની ખુબ જ યાદ આવવા લાગી તો 17 એપ્રિલે પ્રેમીના ઘરે પહોંચી ગઇ. કિચનમાં કામ કરી રહેલી પ્રેમીની પત્ની જ્યારે બહાર આવી તો મહિલાને પતિની બાહોમાં જોઇને દંગ રહી ગઇ.

મહિલાએ પોતાના પ્રેમીની પત્નીને કહ્યું કે તે તમામ પ્રોપર્ટી લઇ લે પરંતુ પોતાનો પતિ મને આપી દે. આ સાંભળતા જ ઘરમાં હોબાળો મચી ગયો અને પછી મહિલાના પુત્ર-પુત્રવધુ પણ ત્યાં દોડી આવ્યા. ત્યારબાદ પાડોશીએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો. હાલ આ મામલો કાઉન્સેલિંગ માટે સરિતા રાજાણી પાસે છે.

મામલો વધુ ત્યારે બગડ્યો જ્યારે પતિએ પણ પોતાની પત્નીને કહ્યું કે તે મહિલાને એકલી છોડી શકશે નહીં. બાદમાં તેની પત્નીએ કહ્યું કે 14 વર્ષ બાદ પતિએ તેણીને દગો આપ્યો છે. તે તેને ક્યારેય માફ નહીં કરે. ત્યારબાદ બંને પક્ષે સતત સમાધાનના પ્રયાસો ચાલી રહ્યાં છે.

આ મામલો 1997માં આવેલી ફિલ્મ ‘જુદાઇ’ જેવો જ લાગી રહ્યો છે. ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરને પોતાના પરિણીત સહકર્મી અનિલ કપૂર સાથે પ્રેમ થઇ જાય છે તે અનિલ કપૂરની પત્ની શ્રીદેવીને સંપત્તીના બદલામાં અનિલ કપૂરને માંગે છે. જેને શ્રીદેવી સ્વીકારી લે છે.

(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page