Only Gujarat

FEATURED International

એક સમયે રાતના 11 હજાર રૂપિયા લેતી હતી, આજે સેક્સ વર્કર્સ કોરોનાને કારણે આવી ગઈ રસ્તા પર!

બેંગકોકઃ કોરોનાવાઈરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસના કારણે અનેક દેશમાં લોકડાઉન લાગુ છે. દુકાનો, ફેક્ટરી, મોલ્સ અને સ્ટ્રીટ ફૂડ બંધ થઇ ગયા છે. આ લોકડાઉનમાં અનેક દેશની સરકારે પોતાની જનતા માટે રાહત ફંડ જાહેર કર્યા છે, જેથી તેઓ બે ટકનું ભોજન મળી રહે પરંતુ આ સમગ્ર સ્થિતની સૌથી વધુ અસર ટૂરિઝમ ક્ષેત્રે થઇ છે. ટૂરિઝમ માટે પ્રખ્યાત થાઇલેન્ડમાં સ્થિતિ દિવસે ને દિવસે ભયાનક થઇ રહી છે. અહીં સેક્સ ઇન્ડસ્ટ્રી લોકડાઉનના કારણે સૌથી વધુ પ્રભાવિત થઇ છે. આ દેશમાં 3 લાખ સેક્સ વર્કર્સ રસ્તા પર આવી ગઇ છે. સ્થિતિ તો એવી થઇ છે કે ક્યારેક મોંઘી હોટેલ્સમાં રહેતી સેક્સ વર્કર્સ માત્ર થોડા જ રૂપિયા માટે કસ્ટમર્સના ઘરે પણ જવા તૈયાર છે, તેમ છતા તેમની સર્વિસ લેવાવાળું કોઇ મળતું જ નથી.

કોરોનાવાઈરસના કારણે થાઇલેન્ડમાં પાર્ટી સીન્સ ખતમ થઇ ગયા છે. આ કારણે અનેક સેક્સ વર્કર્સ હવે રસ્તા પર રહેવા મજબૂર થઇ ગઇ છે. તેમને કોરોનાવાઈરસનો તો ડર છે, જે સાથે પૈસાની પણ જરૂરિયાત છે, આથી તેઓ હજુ પણ કસ્ટમર્સ શોધી રહી છે.

થાઇલેન્ડે પોતાના સેક્સ ટૂરિઝમ માટે અનેક દેશના લોકોમાં ફેમસ છે. એમ્પાવર્ડ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે થાઇલેન્ડમાં સેક્સ વર્કર્સના અધિકારોની વકાલત કરનારા એક સંગઠન મનોરંજન સ્થાન રાજસ્વમાં પ્રતિવર્ષ અંદાજે 6.4 બિલિયન અમેરિકન ડોલરની કમાણી કરે છે અને સેક્સ વર્કર્સ રાજ્યના ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીનો ચારથી 10 ટકા હિસ્સો છે.

એક સમયે અહીં સેક્સ વર્કર્સ એક રાતના 11 હજારથી પણ વધુ કમાણી કરતી હતી પરંતુ હવે મોટાભાગની વર્કર્સ ભૂખે મરી રહી છે. પરંતુ જ્યારથી દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારથી અહીં બહારના દેશના લોકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને સેક્સ ઇન્ડસ્ટ્રીઝ ઠપ્પ થઇ ગઇ છે. 26 માર્ચથી અહીં કમ્પ્લિટ લોકડાઉન લાગુ છે.

હવે આ દેશમાં ના તો બહારથી ટૂરિસ્ટ આવે છે અને ના તો અહીં સ્થાનિક લોકોથી સેક્સ વર્કર્સને કમાણી થતી નથી. આ વર્કર્સ રસ્તા પર રહેવા મજબૂર બની છે.

થાઇલેન્ડ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીએ સ્વીકાર્યું કે અત્યાર સુધીમાં તેમણે પાંચ મિલિયન ટૂરિસ્ટ ગુમાવ્યા છે. સાથે જ અહીં નાઇટ ક્લબ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

એક સેક્સ વર્કર્સે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લા 20 દિવસથી તેને એકપણ કસ્ટમર મળ્યો નથી. કોઇ વાઈરસના ડરથી તેમનો સ્પર્શ પણ કરતું નથી. ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડનની સરકારે 58 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ તેનાથી સેક્સવર્કર્સને કોઇ મદદ મળી નથી.

હવે એનજીઓ આ સેક્સ વર્કર્સની મદદ માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે, જેથી તેમના જીવનમાં લોકડાઉનના કારણે મહદઅંશે મદદ મળી રહે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page