Only Gujarat

FEATURED International

સાત મહિનાથી આ વ્યક્તિને ‘ઘંટડી’થી થતો હતો હેરાન, પેટ ચીર્યું ને પછી જે નીકળ્યું.. કલ્પના પણ નહીં કરી શકો…

દુનિયામાં તમને અનેક પ્રકારના લોકો મળી જશે. કેટલીક બેવકૂફીઓની પણ કોઈ હદ જ નથી હોતી. હાલમાં પ્રેંકના નામ પર તમને અનેક પ્રકારના લોકો અજીબોગરીબ કામ કરતા નજર આવશે. આ લોકો ફેમસ થવા માટે અનેક અજીબ કામ કરે છે. એવા જ એક પ્રેંકના ચક્કરમાં ઈજિપ્તમાં રહેતો એક શખ્સ મોતના મોઢા સુધી પહોંચી ગયો. આ શખ્સે મિત્ર સાથે એક પ્રેંક કર્યો, જેના ચક્કરમાં મોબાઈલ ફોન તેના પેટમાં જતો રહ્યો. મોબાઈલ ગળી ગયા બાદ ડૉક્ટરની પાસે જવાના બદલે તેને કુદરતી રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. આખરે મહિનાઓ બાદ ડૉક્ટર પાસે ગયો, જે બાદ સર્જરીના માધ્યમથી તેના પેટમાંથી મોબાઈલ બહાર કાઢવામાં આવ્યો. પેટમાંથી આવી હાલતમાં કાઢ્યો ફોન…

મામલો ઈજિપ્તથી સામે આવ્યો જ્યાં એક શખ્સે પ્રેંકના ચક્કરમાં દરેક હદ પાર કરી દીધી. તે પોતાના મિત્ર સાથે પ્રેંક કરી રહ્યો હતો. જેમાં તે મોબાઈલ ગળીને મિત્રને ફોનની રિંગ પોતાના પેટમાંથી આવતી સંભળાવવા માંગતો હતો.

પરંતુ આ પ્રેંક તેના પર ઉંધો પડ્યો. ભૂલથી તેખરેખર મોબાઈલ ગળી ગયો. જે બાદ મોબાઈલ પેટમાં જઈને અટકી ગયો. પણ તે ડૉક્ટર પાસે ન ગયો.

પેટમાંથી મોબાઈલને બહાર કાઢવા માટે શખ્સે અનેક ઘરેલૂ ઉપાય અજમાવ્યા. તેણે કિચનમાંથી અનેક વસ્તુઓ ખાધી, જેથી મોબાઈલ પૉટીના માધ્યમથી બહાર નિકળી જાય. પરંતુ એવું ન થયું.

આખરે સાત મહિના બાદ જ્યારે મોબાઈલ તેના પેટમાં ગળવા લાગ્યો, તેની તકલીફ વધી. ત્યારે તેણે ડૉક્ટરને બતાવવાનો નિર્ણય કર્યો. તે નૉર્થ કૈરૌના બેનહા પ્રાંતમાં એક સ્ટેટ હૉસ્પિટલમાં ગયો.

ત્યાં ડૉ મોહમ્મદ અલ જહરે તેનો અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું. જેમાં તેમણે જોયું કે તેના પેટમાં મોબાઈલ અટકેલો હતો. તેને કુદરતી રીતે બહાર કાઢવાનો કોઈ ચાન્સ જ નહોતો.

શખ્સની સર્જરી કરીને મોબાઈલને બહાર કાઢવામાં આવ્યો. શખ્સના ઘરના લોકોને તેની જાણકારી નહોતી. એવામાં શખ્સે પોતાની ઓળખ છુપાવી રાખવાની રીક્વેસ્ટ કરી. આ મામલાએ સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે.

You cannot copy content of this page