Only Gujarat

FEATURED National

કોરોનાકાળમાં દુનિયામાં વધુ એક અજાયબી, દુનિયાના આ સ્થળે જોવા મળ્યું પાતાળલોક

મોસ્કોઃ રશિયાના આર્કટિક ક્ષેત્રમાં જોરદાર ધમાકા બાદ વિશાળકાય ખાડા જોવા મળી રહ્યાં છે. જેને જોઈ લોકો અને વૈજ્ઞાનિકો હેરાન છે. કારણ કે આ ખાડા સામાન્ય નથી. એવું લાગે છે કે આ ખાડા તમને સીધા પાતાલલોકમાં લઈ જશે. કારણ કે આ ખાડા 165 ફૂટ ઊંડા છે. તેમનું ક્ષેત્રફળ પણ વધુ છે. વિસ્ફોટના કારણે બનેલા ખાડાઓ પર વિવિધ કહાણીઓ વાઈરલ થઈ રહી છે. અમુક લોકોના મતે આ મિસાઈલ પરીક્ષણને કારણે થયું છે તો અમુકના મતે એલિયન્સની સ્પેસશિપ અહીંથી પસાર થઈ હશે જેણે હુમલો કર્યો હોઈ શકે.

ગત 6 વર્ષમાં સાઈબેરિયા, રશિયાના આર્કટિક ક્ષેત્રમાં આવા 17 ખાડા જોવા મળ્યા છે. આ વિસ્તાર પર્માફ્રોસ્ટ તરીકે ઓળખાય છે. એટલે કે, એવી જમીન જ્યાં ઓછામાં ઓછા 2 વર્ષ સુધી તાપમાન શૂન્ય ડિગ્રીથી ઓછું રહ્યું હોય. પર્માફ્રૉસ્ટમાં ખોદકામ કરવું પત્થર તોડવા સમાન હોય છે. તેથી અહીં ભારે ભરખમ મશીનોની જરૂર પડે છે. જોકે અહીં એક વિસ્ફોટથી આટલા મોટા ખાડા બની ગયા કે માટી અને તેની પર જામેલા બરફના થર પણ ઘણા ફૂટ દૂર ઉડ્યા હતા.

આ નવા વિશાળકાય ખાડાને યમલ ટીવી નામની એક ચેનલના મીડિયાકર્મીઓએ એક હવાઈ યાત્રા દરમિયા જોયા હતા. જે પછી તેઓ અહીં પહોંચ્યા અને લોકોને પૂછપરછ કરી ત્યારે વિસ્ફોટ બાદ આ ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું. જે પછી અહીં વૈજ્ઞાનિકોની ટીમ પહોંચી અને તેમણે વિશાળકાય ખાડાઓની તપાસ કરી. 165 ફૂટ ઊંડો ખાડો અત્યારસુધીનો વિશાળ ખાડો છે.

સ્કોલકોવો ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઈન્સ એન્ડ ટેકનોલોજીના રિસર્ચર ડૉ. એવજેને શુવિલિને કહ્યું કે,‘આ ખાડો ઘણો ઊંડો છે. એવું લાગે છે કે કુદરતી તાકતો આપસમાં ટકરાઈ રહી છે. આ ખાડાઓને હાઈડ્રોલૈકોલિથ્સ અથવા બલ્ગન્નીયાખ્સ (hydrolaccoliths or bulgunnyakhs)કહે ઠેય આ 17મો ખાડો છે. આ પહેલાના તમામ 16 ખાડા તેના કરતા ઘણા નાના હતા.’

મૉસ્કો સ્થિત રશિયન ઓઈલ એન્ડ ગેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર વૈસિલી બોગોયાવલેન્સકીએ જણાવ્યું કે, ‘આ અદ્ભુત દ્રશ્ય હતું. તેમાં ઘણી વૈજ્ઞાનિક માહિતીઓ છુપાયેલી છે. જેને હમે જણાવી પણ નથી શકતા. પરંતુ આ વિષય સમગ્ર વિશ્વ માટે જાણવાલાયક છે. અમે તેની થ્રી-ડી ડ્રોન ઈમેજ બનાવી અભ્યાસ કરીશું.’

હાલ તમામ વૈજ્ઞાનિક એવું માની રહ્યાં છે કે, પર્માફ્રૉસ્ટના સ્થળે અંદર ગેસનો ભંડાર હોઈ શકે છે. ગેસનું પ્રમાણ વધવાના કારણે પ્રેશર વધ્યું હશે. જેના કારણે વિસ્ફોટ થયો હોઈ આટલો વિશાળકાય ખાડો બન્યો હોવો જોઈએ. પ્રોફેસર વૈસિલીએ કહ્યું કે, અહીં યમલ રિઝર્વથી સતત થઈ રહેલા ગેસ સંબંધિત ખોદકામ પણ વિસ્ફોટનું કારણ મનાય છે. પરંતુ તેનાથી માનવ નિર્મિત ગેસ પાઈપલાઈનને વધુ જોખમ છે.

જો કોઈ વિસ્ફોટ તેમા થાય તો નુકસાન હાલ કરતા વધુ હશે. સ્થાનિક લોકોના મતે આ ખાડાઓના કારણે આજસુધી કોઈ દુર્ઘટના થઈ નથી. પરંતુ આ ખાડાઓનું કદ સતત વધી રહ્યું છે. કારણ કે વૈજ્ઞાનિકો એવું માને છે કે પર્માફ્રૉસ્ટની સ્થિતિમાં જમીનની અંદર ગેસનો ભંડાર બનવા લાગે છે અને તેના કારણે જ આવા વિસ્ફોટ થાય છે.

You cannot copy content of this page