Only Gujarat

National

મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળ્યું 16 કરોડનું ડ્રગ્સ, કેપ્સૂલ કાઢતાં-કાઢતાં ડોક્ટર્સ પણ થાકી ગયા

જયપુર ઈન્ટરનેશન એરપોર્ટ પરથી આફ્રિકી મૂળની એક મહિલાને ડ્રગ્સના કેસમાં પકડવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં હેરોઈનથી ભરેલી 60 કેપ્સ્યૂલ છુપાવી હતી, જેને કાઢવામાં ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કેપ્સ્યૂલમાંથી જે ડ્રગ્સ મળ્યું છે એની કિંમત 16 કરોડ રૂપિયા છે.


મહિલા શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે શારજાહથી આવતી ફ્લાઈટમાં જયપુર આવી હતી. મહિલાને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે પકડીને એસએમએસ હોસ્પિટલ મોકલી દીધી હતી, જ્યાં ડોકટર્સની ટીમે સર્જરી કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ડ્રગ્સની કેપ્સ્યૂલ્સ કાઢી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કેપ્સ્યૂલ પ્રાઈવેટ પાર્ટમાં એટલી જટિલતાથી છુપાવી હતી કે એને કાઢવા માટે ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યા હતા. મહિલાના રેક્ટમમાંથી કુલ 60 કેપ્સ્યૂલ કાઢવામાં આવી હતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે 31 વર્ષની આરોપી મહિલાનું નામ અમાન હેવેન્સ લોપેઝ છે અને તે આફ્રિકન દેશ યુગાન્ડાની રહેવાસી છે. જનરલ સર્જરી વોર્ડમાં દાખલ આ મહિલા હાલ ડોકટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તપાસમાં સામે આવ્યું હતું કે મહિલા શારજાહથી જ 60 કેપ્સ્યૂલ લઈને આવી હતી. આ વાતની કબૂલાત તેને ડોકટર્સની સામે કરી હતી.


જયપુર એરપોર્ટ પર કસ્ટમની ટીમે ગત વર્ષે ડિસેમ્બરમાં મોટી કાર્યવાહી કરતાં 90 કરોડ રૂપિયાનું હેરોઈન પકડ્યું હતું. કેન્યા નિવાસી એક મહિલા પેસેન્જરના બેગમાંથી કસ્ટમની ટીમે 12.9 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ મહિલાના કેસમાં કસ્ટમને લુકઆઉટ નોટિસ મળી હતી.


જયપુરના સાંગાનેર એરપોર્ટ પર જ ગત મહિને દુબઈથી એક યુવક અડધો કિલો સોનું પ્રાઈવેટ પાર્ટમાં જ છુપાવીને સાથે લાવ્યો હતો. આ યુવકની તલાશી લેવા સમયે કંઈ જ મળ્યું ન હતું, પરંતુ પૂછપરછ દરમિયાન બેસી રહેવાને કારણે તેને દુખાવો ઊપડ્યો હતો.


એ બાદ એક્સ-રે મશીનથી તપાસ કરવામાં આવતાં તે પકડાય ગયો હતો. ઈન્દ્રજિત સિંહ નામનો આ યુવક દિલ્હીનો એક બિઝનેસમેન હતો, જેને 20 હજાર રૂપિયા કેશની લાલચ આપીને આ સોનું લાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

You cannot copy content of this page