Only Gujarat

National

છોકરાના ‘પ્રેમ’માં ગે બિઝનેસમેને જીવ ગુમાવ્યો, આ રીતે આપવામાં આવ્યો ખતરનાક ઘટનાને અંજામ

તમે સ્ત્રી-પુરુષોમાં પતિ, પત્ની અને વોના કિસ્સા સાંભળ્ચા છે, પણ ક્યારેય ગે વચ્ચેના લવમાં ટ્રાયએન્ગલનો બનાવ નહીં જોયો હોય. એક ખૂબ જ ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગે ટ્રાયએન્ગલમાં કાપડના વેપારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. કાપડના વેપારીએ 17 વર્ષના છોકરા સાથે ગે રિલેશન બાંધ્યા હતા. જેની ખબર છોકરોના એક બોયફ્રેન્ડને પડી ગઈ. 17 વર્ષના છોકરા અને તેના બોયફ્રેન્ડે મળીને કાપડના વેપારીને પતાવી દીઘો હતો.

આ ખૂબ જ શોકિંગ બનાવ મધ્યપ્રદેશમાં બન્યો છે. અહીંના રાયસેન જિલ્લાના ઔબેદુલ્લાગંજમાં કાપડનો વેપારી નીરજ કોઠારી રહેતો હતો. નીરજ કોઠારીના 17 વર્ષના સગીર સાથે ગે સંબંધ બંધાયા હતા. નીરજ કોઠારીએ સગીર સાથેના અકુદરતી શારીરિક સંબંધનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને અવાર નવાર સંબંધ બાંધતો હતો.

બીજી તરફ 17 વર્ષનો સગીર વેપારીની હરકતથી કંટાળી ગયો હતો. સગીર છોકરાના પહેલાં મનોજ કટારે નામના યુવક સાથે સંબંધ હતા. મનોજને જ્યારે તેના ફ્રેન્ડ અને કાપડના વેપારી નીરજ કોઠારીના સંબંધની ખબર પડી તો ધૂંઆપૂંઆ થઈ ગયો હતો. સગીર છોકરાએ કાપડનો વેપારી પરાણે સંબંધ રાખતો હોવાની મનોજ કટારને વાત કરી હતી. આથી સગીર છોકરા અને મનોજ કટારેએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

લાશ ઝાડીઓમાં ફેંકી દીધી
સગીર અને મનોજે કટારાએ 16 ફેબ્રુઆરીની રાત્રે ગળું દબાવીને કાપડના વેપારી નીરકોઠારીની હત્યા કરી દીધી હતી. આ પછી લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી અને તેની સ્કૂટી અને મોબાઇલ લઈને ભાગી ગયા હતાં. પોલીસે મોબાઇલ નંબર ટ્રેસ કર્યો અને બંને ભોપાલના નાદરા બસ સ્ટેન્ડથી ઝડપી લીધા હતાં.

4 પોલીસ સ્ટેશનના જવાન નીરજને શોધી રહ્યા હતા
ઔબેદુલ્લાગંજના દેવેન્દ્ર કોઠારીએ પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરો નીરજ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ચાર પોલીસ સ્ટેશનની ટીમ નીરજને શોધી રહી હતી. નીરજની લાશ શુક્રવાર સવારે હોશંગાબાદ સ્થિત શગુન વાટિકા મેરેજ ગાર્ડન પાછળ ઝાડીઓમાંથી મળી હતી.

બિઝનેસમેન દબાણ બનાવીને સગીરને મળવા બોલાવતો હતો
એડિશનલ એસપી અમૃત મીણાએ જણાવ્યું કે, 23 વર્ષનો આરોપી મનોજ કટારે પિપલિયા ગામનો રહેવાસી છે. તે અને સગીર સ્ટેશન રોડ પર નમકીનની દુકાનમાં કામ કરતાં હતાં. બંને રિલેશનમાં હતાં. નીરજ પણ દુકાને આવતો જતો હતો. તેને જ્યારે આ માહિતી મળી કે સગીર અને મનોજ વચ્ચે રિલેશન છે તો તે પણ સગીરને પોતાની પાસે બોલાવવા લાગ્યો હતો. તેની સાથે પણ કુકર્મ કર્યું હતું. જેનો વીડિયો પણ બનાવ્યો હતો. નીરજ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો.

વારંવાર બોલાવવાને લીધે કંટાળીને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો
નીરજ સગીરને વારંવાર સંબંધ બાંધવા માટે હેરાન કરવા લાગ્યો તો તેણે આ વાત મનોજને કહી હતી. આ પછી બંનેએ મળીને હત્યા કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 16 ફેબ્રુઆરીએ રાતે 9.30 વાગ્યે નીરજે સગીરને શગુન મેરેજ ગાર્ડન પાછળ રેલવે ટ્રેક પાસે બોલાવ્યો હતો. સગીરે મનોજને પણ આ વાત જણાવી હતી. મનોજ પણ સગીરનો પીછો કરીને ત્યાં જતો રહ્યો હતો. બંનેએ પહેલાં બિઝનેસમેનનું ગળું દબાવ્યું. આ પછી તેના હાથની નસ કાપી નાંખી હતી. ગળા પર ચાકૂના ઘા પણ માર્યા હતાં.

You cannot copy content of this page