Only Gujarat

National

એક સાથે આખો પરિવાર સાફ થઈ ગયો, એક સાથે ઉઠી 4 અર્થી, ધ્રુસકે ને ધ્રુસકે હૈયાફાટ રુદન

એક ખૂબ જ ઈમોશનલ બનાવ સામે આવ્યો છે. જોનારાના કાળજા કંપી ગયા હતા. જે ઘરમાં હાલમાં જ ખુશીઓની કિલકારીઓ સંભળાઈ હતી હતી ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા છે. ફક્ત 9 દિવસ પહેલાં જે ઘરમાં દીકરીનો જન્મ થયો હતો, એ પરિવારના ત્રણ લોકોના ભયંકર અકસ્માતમાં મોત નિપજ્યા છે. એટલું જ નહીં પિતા અને દાદા-દાદી માસૂમનો ચહેરો પણ જોઈ શક્યા નહોતા. એક સાથે 3-3 ઉર્થી ઉઠતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. હાજર સૌ કોઈના કરુણ કલ્પાંતથી આખું ગામ ધ્રુજી ગયું હતું.

આ આઘાતજનક બનાવ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સામે આવ્યો છે. અહીના રેલમગરા વિસ્તારમાં રહેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દેવીલાલ ગાડરી નામનો યુવાન તેના પિતા પ્રતાપ ગાડરીની સારવાર કરાવીને જયપુરથી પરત ફરી રહ્યો હતો. સાથે તેમની માતા સોહની અને એક સંબંધી હતા. આ દરમિયાન મંગળવાર અડધી રાત્રે ભીલવાડામાં તેમની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાન દેવીલાલ અને તેના માતા-પિતા અને સંબંધી સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા.

બુધવારે સાંજે જ્યારે એમ્બ્યુલન્સમાં એક જ પરિવારના ત્રણ મૃતદેહો ઘરે પહોંચ્યા તો દર્દનાક દૃશ્ય જોઈને હાજર સૌ કોઈ રડી પડ્યા હતા. સમાચાર મળતાં જ મૃતકના ઘરે ભીડ એકઠી થઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો રડી રડીને બેહાલ થઈ ગયા હતા. અહીં હાજરમાંથી ભાગ્યે જ એવું કોઈ હશે જેની આંખ ભીની નહીં થઈ હોય.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે દેવીલાલ 10 દિવસ પહેલા તેના પિતા પ્રતાપ ગાડરીની સારવાર કરાવવા માટે જયપુર ગયો હતો. આ દરમિયાન દેવીલાલની પત્નીએ એક દિવસ પછી દીકરીને જન્મ આપ્યો હતો. જેનાથી આખો પરિવાર ખુશ હતો. હોસ્પિટલમાં દાખલ દાદા પોતાની પૌત્રીના જન્મના સમાચાર સાંભળીને ઉત્સાહમાં આવી ગયા હતા. જલ્દી સાજા થઈને તે પોતાની પૌત્રીનો ચહેરો જોવા માંગતા હતા. પણ ઘરે પાછા ફરતી વખતે એવો ગમખ્વાર અકસ્માત થયો કે દાદા-દાદી અને પિતાએ માસૂમનો ચહેરા જોયા વગર જ દુનિયા છોડી દીધી હતી.

ગુરૂવારે પરિવારના 3 સભ્યોની એક સાથે અર્થી નીકળી હતી. જેમાં આખું ગામ સામેલ થયું હતું. આ દરમિયાન આખું ગામ ગમગીન થઈ ગયું હતું. ગામમાં ન તો કોઈએ પોતાની દુકાન ખોલી હતી કે ન તો કોઈ ઘરમાં ચુલો સળગ્યો હતો.

You cannot copy content of this page