Only Gujarat

National

લાચાર પત્નીએ કરી પતિની અંતિમક્રિયા, દીકરાઓ દર્શન પણ ન કરી શક્યા, ધ્રુજાવી દેતો કિસ્સો

ભોપાલ: લોકો ખુશીમાં ભલે સામેલ ન થાય, પરંતુ આશા રાખવામાં આવે છે કે દુઃખમાં તો જરૂર સાથ આપશે. પરંતુ કોરોનાના સંક્રમણે તેમાં પણ અડચણો ઉભી કરી દીધી છે. કોરોના સંક્રમણ કઈ રીતે લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યું છે, આ ઘટના તેનું ઉદાહરણ છે.
મધ્યપ્રદેશના રાયસેનમાં એક શખ્સનો ભોપાલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. પરંતુ તેને બચાવી ન શકાયો. જ્યારે તેના અંતિમ સંસ્કારની વાત આવી, તો પત્ની સિવાય કોઈ સાથે નહોતું. આવી કઠિન સ્થિતિમાં પણ પત્નીએ હિંમત ન હારી અને પતિની અંતિમ ક્રિયા ખૂદ પુરી કરી. સૌથી મોટી વાત, પતિની અર્થીને ખભો આપવા ચાર લોકો પણ નહોતા. બાળકો ઘરે હોવાથી ન આવી શક્યા.

કોઈ નહોતું સાથે…
ભોપાલથી લગભગ 45 કિમી દૂર રાયસેન જિલ્લામાં રહેતા અમિત અગ્રવાલ કોરોના સંદિગ્ધ હતા. શુક્રવારે ભોપાલના હમીદિયા હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. એ વખતે તેમના પત્ની વર્ષા સિવાય કોઈ તેમની સાથે નહોતું. અમિત પિતા સાથે ટિફિન સેન્ટર ચલાવતો હતો. શ્વાસ લેવામાં પરેશાની થતા તેમને રાયસેન જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાંથી ગુરુવારે તેમને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા હતા.

અહીં તેમને કોવિડ વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેમના પત્ની રાયસેનના સહકારી બેંકમાં કામ કરે છે. તેમનો દેર પણ હમીદિયામાં ભરતી છે. બાકીના પરિવારજનો રાયસેન હતા. બે બાળકોને પણ લાવવાનું સંભવ નહોતું.

માત્ર સહેલી આવી મદદે…
વર્ષ પોતાના પતિના દેહને રાયસેન લઈ જવા ઈચ્છતી હતી, પરંતુ સંક્રમણના કારણે તેની મંજૂરી આપવી સંભવ નહોતી. આખરે વર્ષાએ પોતાની એક સહેલીની મદદ લીધી અને એમ્બ્યુલન્સથી પાર્થિવ દેહ સુભાષનગર સ્મશાન લઈ આવી. અહીં તેની સહેલી પોતાના પિતા સાથે પહોંચી ગઈ.સ્મશાનના કેટલાક કર્મચારીઓ પણ મદદ માટે આગળ આવ્યા. પતિની ચિતાને અગ્નિ આપ્યા બાદ પત્ની આંખમાં આંસૂ લઈને એકલી જ રાયસેન રવાના થઈ ગઈ.

 

You cannot copy content of this page