Only Gujarat

National

પતિ પાક્કા ઘરનું સપનું જોતો રહ્યો ને પત્ની પરિણીત ને બે બાળકોના બાપ સાથે ભાગી ગઈ

આજના સમયમાં પતિ પત્ની અને વોના સંબંધો દિવસે દિવસે વધતા હોય છે. પતિ અથવા પત્ની કોઈ બીજાના પ્રેમમાં હોય છે. આ પ્રેમસંબંધ ઘણીવાર વિનાશકારક પરિણામ લાવતી હોય છે. આવી જ ઘટના તાજેતરમાં બની હતી. આ ઘટનાથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ આસપાસના લોકોને પણ આઘાત લાગ્યો છે.


શું છે ઘટનાઃ બિહારના રોહતાસમાં પતિ પાક્કા મકાનનું સપનું જોતો હતો. જ્યારે પતિ પીએમ આવાસ યોજના હેઠળ મળેલી રકમ લઈને પ્રેમી ને બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. એક મહિના સુધી પત્નીને શોધ્યા બાદ અંતે થાકીને પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.


પતિ તુલસીરામ કરગહર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવી રહ્યો છે. આવાસ યોજનાના પૈસા પત્નીના બેંક અકાઉન્ટમાં આવ્યા હતા. પત્ની તે પૈસા અને ચાર બાળકો લઈને પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હતી. પ્રેમી પણ પરિણીત છે અને તે પણ બે સંતાનોનો બાપ છે. બંનેને ઘર બાજુ-બાજુમાં છે.


કરગહર પ્રખંડની ગ્રામ પંચાયત કરગહર ગામે તુલસી રામની પત્ની ઈન્દ્રી દેવીને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી તરીકે પસંદ કરી હતી. તેના ખાતામાં પહેલાં 45 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તે પ્રેમી પિન્ટુરામ તથા ચાર બાળકોને લઈ ગુમ થઈ ગઈ હતી. તુલસીરામે કહ્યું હતું કે તેની પત્ની 90 હજાર રૂપિયા લઈને ફરાર થઈ છે.


ઘર નહીં તો નોટિસ મળશેઃ પ્રેમી પિન્ટુ રામના ખાતા પણ આવાસ યોજનાના પૈસા આવ્યા છે અને તેનો પરિવાર ઘર બનાવી રહ્યો છે. આ બાજુ પ્રખંડ વિકાસ પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, જો લાભાર્થી ઘરનું કામ કરશે નહીં તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને કેસ થશે.

You cannot copy content of this page