Only Gujarat

National

જે બ્લોકમાં પતિ કરે છે સફાઈકર્મીની નોકરી તે જ બ્લોકની પ્રમુખ બની BA પાસ પત્ની

ઉત્તર પ્રદેશના સહારનપુરની રહેવાસી મહિલા સોનિયા બલિયાખેડી બ્લોકનું ઇલેક્શન જીતીને બ્લોક પ્રમુખ બની ગઈ છે. રસપ્રદ વાત છે કે, આ સોનિયાના પતિ સુનિલ કુમાર આ ક્ષેત્રમાં સફાઈકર્મી તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, સુનીલે સપનામાં પણ વિચાર્યું નહોતું કે, જે બ્લૉક ક્ષેત્રમાં દરરોજ સફાઈ કરે છે, ત્યાં એક દિવસ તેમની વાઇફ સોનિયા બ્લૉક પ્રમુખ તરીકે ચૂંટાઈ જશે. જોકે, સોનિયાનું કહેવું છે કે, બ્લૉક પ્રમુખ હોવાને લીધે તે ગામના વિકાસ માટેના કામ કરશે, પણ ઘર તો પતિની સેલેરીથી જ ચાલી રહ્યું છે. તેમના પતિએ પણ નિર્ણય કર્યો છે કે, તે નોકરી ચાલુ રાખવાના છે. સોનિયા પાંચ વર્ષ સુધી પ્રમુખ રહેવાની છે, પણ નોકરી 60 વર્ષ સુધી રહેશે. જેને કરવી ખૂબ જ જરૂરી છે.

મળતી માહિતી મુજબ, સહારનપુરના નલ્હેડા ગુર્જર ગામમાં રહેતા સુનીલ કુમાર વિકાસ ખંડ બલિયાલખેડીમાં સફાઈકર્મી તરીકે પોતાના ગામમાં જ કામ કરે છે. તો સુનીલની પત્ની સોનિયા BA કર્યું છે અને તે હાઉસ વાઇફ છે. ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં બીડીસીની સીટ આરક્ષણને લીધે અનુસૂચિત જાતી વર્ગ માટે આરક્ષિત થઈ ગઈ હતી. તો ગ્રામિણોનું કહેવું છે કે, સફાઇકર્મી સુનીલકુમારે બીડીસીના પદ માટે પોતાની પત્ની સોનિયાને ચૂંટણી લડવા દીધી હતી. જેમાં તેમને જીત મેળવી હતી.

બ્લૉક પ્રમુખ પદ પણ અનુસૂચિત જાતિ માટે આરક્ષિત થઈ ગયું તો ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના મેમ્બર મુકેશ ચૌધરીએ BA પાસ સોનિયાને ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ઉમેદવાર જાહેર કરી દીધી હતી. નામાંકન કર્યા પછી 26 વર્ષની સોનિયા નિર્વિરોધ બ્લૉક પ્રમુખ ચૂંટાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, બ્લૉક પ્રમુખ બન્યા પછી સોનિયાએ પોતાની સફળતાની ક્રેડિટ પોતાના પતિ સુનીલ કુમાર અને પરિવારને આપી છે. સોનિયાએ કહ્યું કે, ‘‘તેમની પ્રાથમિકતા ગામનો વિકાસ કરવાની છે. તે ગામના વિકાસ માટે કામ કરવાની છે. પતિની નોકરી અંગે તેમણે કહ્યું કે, તે નોકરી છોડશે નહીં અને નોકરી કરતા રહેશે. કેમ કે, ઘર તો પતિની સેલેરીથી જ ચાલે છે. સુનીલે પણ કહ્યું છે કે, તે પોતાની નોકરી છોડશે નહીં.

You cannot copy content of this page