Only Gujarat

International

વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીનું સંશોધન, આ કાપડમાંથી બનાવેલો માસ્ક પહેરવો સુરક્ષિત

નવી દિલ્હી: કોરોના વાયરસથી બચવા માટે સર્જિકલ માસ્ક અને એન 85 માસ્કની બજારમાં ઘટને જોતા મોટા પ્રમાણમાં કાપડના માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘરમાં માસ્ક તૈયાર કરવાથી લઈને તેને સાફ કરવા અને પહેરવા મામલે સમય સમય પર કેન્દ્ર સરકાર દિશા નિર્દેશો જાહેર કરે છે. હવે એક નવા અભ્યાસમાં એ જણાવવામાં આવ્યું છે કે કેવા કપડાથી તૈયાર કરાયેલા માસ્ક આપણને કોરોનાથી બચાવી શકે છે. આ સ્ટડીમાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ પણ સામેલ હતા. એસીએસ નેનો જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં માસ્કનો આકાર યોગ્ય હોવો જરૂરી બતાવવામાં આવ્યો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સુતરાઉ કાપડ અને પ્રાકૃતિક સિલ્કને ભેગું કરીને તૈયાર કરવામાં આવેલું માસ્ક સુરક્ષિત છે. સુતરાઉ કપડાની સાથે શિફોનના કપડાને ભેગું કરીને બમાવવામાં આવેલું માસ્ક પણ હવામાં હાજર કણોની સાથે તરલ કણોને પણ રોકે છે અને વ્યક્તિના સંપર્કમાં નથી આવવા દેતા. જો કો માસ્કનો આકાર યોગ્ય હોવો જરૂરી છે.

સંશોધન કરનારા લોકો પ્રમાણે ‘સાર્સ-કોવ-2’ એટલે કે નવા કોરોના વાયરસના કારણે કોવિડ-19 થાય છે, તે મુખ્ય રીતે કોઈ સંક્રમિત વ્યક્તિના ખાંસવા, છીંકવા , વાત કરવા કે શ્વાસ લેવા દરમિયાન તેમના મોં કે નાકમાંથી નીકળેલા ડ્રૉપલેટ્સમાંથી ફેલાય છે. ખાંસવા કે છીંકવાથી નીકળેલા તરલ કણો અનેક આકારના હોય છે, પરંતુ સૌથી નાના કણ ખાસ પ્રકારના કપડાના રેસામાંથી સરળતાથી ઘુસી શકે છે.

આ સંશોધનમાં અભ્યાસકર્તાઓએ હવામાં હાજર તરલ કણોને એક સમાન કપડાથી અને બાદમાં અલગ અલગ પ્રકારના કપડાથી ગાળીને જોયા. તેમને જણાવ્યું કે સુતરાઉ કપડાની એક અને શિફોનના બે લેયર ભેગા કરીએ તો 80 થી 90 ટકા તરલ કણોને બહાર રોકી શકાય છે. તેમણે જણાવ્યું કે આ કપડાએ એક સારા એન 95 માસ્કની જેમ કામ કર્યું. જો કે તેમના પ્રમાણે, માસ્કનો આકાર યોગ્ય હોવો જરૂરી છે, નહીં તો કણ તરત જ સરળતાથી અંદર ઘુસી શકે છે.

 

You cannot copy content of this page