Only Gujarat

International

દીકરી બાદ આ પુરુષ બીજીવાર થયો પ્રેગ્નન્ટ, પતિની ભૂલને કારણે થયો ગર્ભવતી

ન્યૂયોર્કઃ માતા બનવાની અનુભૂતિ એકદમ અનોખી છે. 9 મહિના સુધી બાળકને ગર્ભમાં ઉછેર્યા પછી, માતા તેને આ દુનિયામાં લાવે છે. જોકે, જ્યારે લોકો ન્યૂયોર્કમાં રહેતા 33 વર્ષીય કેડેન કોલેમનનું ફૂલેલું પેટ જુએ છે, ત્યારે તે તેના પર હસે છે. હવે તમે વિચારતા હશો કે એક પુરુષ કેવી રીતે ગર્ભધારણ કરી શકે? પણ અમે મજાક નથી કરી રહ્યા.

કેડેને 2013માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તેણે ફરીથી પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વાસ્તવમાં, કેડેને 2009માં મહિલામાંથી પુરુષ બનવાનું ઓપરેશન કરાવ્યું હતું, પરંતુ તેણે પ્રાઇવેટ પાર્ટ અને પ્રજનન અંગો બદલાવ્યા નહોતા. કારણ કે તેના પર વધુ પૈસા ખર્ચ થાય એમ હતા. આ દરમિયાન જ, તેણે તેની સારવાર માટે ટેસ્ટોસ્ટેરોન લેવાનું બંધ કર્યું. 5 મહિના પછી તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ પછી, તેણે એક પુત્રીને જન્મ આપ્યો. હવે કેડેન ફરી ગર્ભવતી છે. તેણે દુનિયા સાથે પોતાના અનુભવો શેર કર્યા.

ટ્રાંસજેન્ડર કેડેન તેના હાલના બોયફ્રેન્ડ, 29 વર્ષીય ડોમિનિકના બાળકની માતા બનવાનો છે. હાલ તેના ગર્ભાશયમાં 7 અઠવાડિયાનું બાળક છે.

કેડેને 2009 માં સ્ત્રીમાંથી પુરુષમાં બદલવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન, તે માર્ચ 2013માં તે પ્રેગ્નન્ટ થયો અને તેણે એક પુત્રી અઝાએલીએને જન્મ આપ્યો.

આ બાળકીના પિતાએ તેના પ્રાઇવેટ પાર્ટની સર્જરી કરાવી નહોતી. તેને તેના સ્ત્રી પ્રજનન અંગો પણ બદલાવ્યા નહોતા. તે સમયે તેની પાસે આ સર્જરી માટે પૈસા નહોતા. તે દરમિયાન જ તે પ્રેગ્નન્ટ થયો હતો.

કેડેનના બાળપણનો ફોટો. તેનો જન્મ એક છોકરી તરીકે તો થયો હતો પરંતુ ટૂંક સમયમાં જ તેને સમજાયું કે તેની અંદર એક પુરુષ છુપાયેલો છે.

આ યુગલે તેમની ગર્ભાવસ્થાના સમાચાર શેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ દંપતી, ખાસ કરીને કેડેનની મજાક ઉડાવી.

કેડેનના આવનાર બાળકનો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ. તેના શરીરમાં હજી પણ યુટ્રસ હોવાને કારણે તે પ્રેગ્નન્ટ થયો છે.

લોકો દ્વારા ઓનલાઇન મજાક ઉડાવવામાં આવ્યા પછી પણ કેડેન અને તેનો સાથી આ બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે. બંને બેબી શાવર માટેની તૈયારી કરી રહ્યા છે.

20 વર્ષની ઉંમરે, કેડનને લાગ્યું કે તે એક પુરુષ બનવા માંગે છે. આના ત્રણ વર્ષ પછી, તેણે દવાઓ લઇને પુરુષ બનવાનું ચાલુ કરી દીધું હતું.

ગર્ભાવસ્થા પહેલા કેડેનનો ફોટો. તેણે કહ્યું કે લોકો તેનું ફૂલેલું પેટ જોઇને તેની મજાક ઉડાવે છે.

કેડેને એવી પણ માહિતી આપી કે તેને ગર્ભપાત માટે ઓફર કરવામાં આવી હતી. જેમાં તે 28 અઠવાડિયા સુધીમાં આ બાળકથી છૂટકારો મેળવી શકે છે.

You cannot copy content of this page