Only Gujarat

International Sports TOP STORIES

આ છે વિશ્વનો સૌથી દમદાર પાસપોર્ટ, જાણો ભારતનો પાસપોર્ટ કેટલો મજબૂત છે?

નવી દિલ્હીઃ દુનિયાના દેશો ફરવા માટે પાસપોર્ટ જરૂરી છે. હેનલે પાસપોર્ટે વિશ્વના સૌથી પ્રભાવશાલી પાસપોર્ટ્સનું લિસ્ટ રિલીઝ કર્યુ છે. પાસપોર્ટ પર કેટલા દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી કે પછી વીઝા ઓન અરાઈવલ મળે છે, તેના આધારે રેકિંગ જાહેર કરવામાં આવે છે. જાપાનના પાસપોર્ટ ધારકો માટે વિશ્વના મોટાભાગના દેશોમાં ફ્રી એન્ટ્રી મળે છે.

  • જો તમારી પાસે જાપાનનો પાસપોર્ટ હોય તો વિશ્વના અંદાજે 191 દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી કે પછી વીઝા ઓન અરાઈવલ એન્ટ્રી હોય છે.
  • આ લિસ્ટમાં એશિયાનો દબદબો હોય છે. સિંગાપુર 190ના સ્કોર સાથે બીજા નંબર પર છે તો દક્ષિણ કોરિયા તથા જર્મની 189ના સ્કોર સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે.
  • યુરોપીયન દેશઓ ટોપ 10માં જોવા મળ્યા છે. ફિનલેન્ડ તથા સ્પેન નંબર ચાર પર છે. લગ્ઝમબર્ગ તથા ડેનમાર્ક પાંચમા સ્થાન પર છે. તો સ્વીડન તથા ફ્રાંસ છઠ્ઠા નંબર પર છે.
  • જોકે, અમેરિકા તથા યુકેના રેકિંગમાં ઘટાડો થયો છે. બંને સંયુક્ત રીતે આઠમા સ્થાને છે. જ્યારે પાંચ વર્ષ પહેલાં 2015માં આ દેશ નંબર વન પર હતાં. બ્રેગ્ઝિટને કારણે આ ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
  • ભારતની વાત કરીએ તો પાસપોર્ટ રેકિંગમાં બે સ્થાનનો ઘટાડો થયો છે. પહેલાં ભારત 82માં સ્થાને હતુ અને હવે 84માં સ્થાન પર આવી ગયું છે.
  • આયરલેન્ડ સાતમા સ્થાને છે. 2019માં નવ લાખ આયરિશ પાસપોર્ટ રિલીઝ કરવામાં આવ્યા હતાં.
  • છેલ્લાં એક દાયકામાં યુએઈએ સૌથી લાંબી છલાંગ લગાવી છે. યુએઈ પહેલાં 36માં સ્થાને હતું અને હવે 18માં સ્થાને પહોંચી ગયું છે.
  • અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી નબળો છે. અફઘાનિસ્તાનના પાસપોર્ટ ધારકો માત્ર 26 દેશોમાં વીઝા ફ્રી કે વીઝા ઓન અરાઈવલ જઈ શકે છે.
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page