Only Gujarat

Gujarat TOP STORIES

નવા વર્ષે અમૂલની સાથે શરૂ કરો તમારો બિઝનેસ, મહિને થશે 10 લાખ રૂપિયા સુધીની કમાણી

આણંદ: નવી દિલ્હી: નવા વર્ષમાં જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય વિચારવા માટે બહુ સારો છે. આ વર્ષે તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા બમ્પર કમાણીનો રસ્તો શોધી રહ્યાં છો. જોકે, ડેરી પ્રોડ્કશનની જાણીતી કંપની અમૂલની સાથે બિઝનેસ શરૂ કરવાની તક છે. અમૂલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઈઝીની ઓફર આપી રહી છે. ઓછા રોકાણમાં દર મહિને નિયમિત કમાણી કરી શકો છો.

અમૂલ કોઈ પણ રોયલ્ટી અથવા પ્રોફિટ શેરિંગની ફ્રેન્ચાઈઝી ઓફર આપી રહી છે. એટલું જ નહીં અમૂલની ફ્રેન્ચાઈઝી લેવાનો ખર્ચ પણ બહુ જ ઓછો છે. તમે 2 લાખથી લઈને 6 લાખ રૂપિયા ખર્ચ કરીને પોતાનો બિઝનેશ શરૂ કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં જ સારો પ્રોફિટ કમાઈ શકો છો.

કેટલું કરવું પડશે રોકાણ: અમૂલ બે રીતે ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગો છો તો આમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં નોન રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી રૂપે 25 હજાર રૂપિયા, રિનોવેશન પર 1 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ પર 75 હજારનો ખર્ચ થાય છે. વધારે માહિતી જોઈતી હોય તો તમને ફ્રેન્ચાઈઝીના પેજ પર મળી જશે.

બીજી ફ્રેન્ચાઈજીમાં 5 લાખનું રોકાણ: જો તમે અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા માંગો છો અને આની ફ્રેન્ચાઈઝી માટે પ્લાન કરી રહ્યાં છો તો તેનું રોકાણ થોડું વધારે છે. આ માટે તમારે લગભગ 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં બ્રાન્ડ સિક્યોરિટી 50 હજાર રૂપિયા, રિનોવેશન 4 લાખ રૂપિયા, ઈક્વિપમેન્ટ 1.50 લાખ રૂપિયા સામેલ છે.

કેટલી થાય છે કમાણી:
અમૂલના જણાવ્યા પ્રમાણે, ફ્રેન્ચાઈઝીના આધારે દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ કરી શકો છો. પરંતુ તે સ્થળ પર આધાર રાખે છે. અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્શનના મિનિમમ સેલિંગ પ્રાઈસ એટલે એમઆરપી પર કમિશ આપે છે. આમાં એક મિલ્ક પાઉચ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્શન પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળે છે.

અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી પ્રમાણે આઈસ્ક્રીમ, શેક, પિત્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ, ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. આ ઉપરાંત પ્રિ-પેકિંગ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્શન પર કંપની 10 ટકા કમિશન આપે છે.

શું છે ફ્રેન્ચાઈઝી લેવા માટેની શરત :
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. જો તમારી પાસે આટલી જગ્યા છે તો અમૂલ તમને ફ્રેન્ચાઈઝી આપી દેશે. અમૂલ આઈસ્ક્રીમની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ જગ્યા હોવા જોઈએ. આનાથી ઓછી જગ્યા હશે તો અમૂલ તમને ફ્રેન્ચાઈઝી ઓફર કરશે નહીં.

અમુલ આપશે સપોર્ટ:
અમૂલ તરફથી તમને એલઈડી સિગ્નેજ આપવામાં આવશે. બધાં જ ઈક્વિપમેન્ટ અને બ્રાન્ડિંગ પર સબસિડી આપવામાં આવશે. આ સિવાય, ઈનોગ્રેશન સપોર્ટ પણ આપવામાં આવશે. વધારાની ખરીદી પર ડિસ્કાઉન્ટ પર મળશે. પાર્લર બોય અથવા માલિકને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તમારા સુધી પ્રોડક્શન પહોંચાડવાની જવાબદારી પણ અમૂલની રહેતી હોય છે. અમૂલ તરફથી દરેક મોટા શહેર અથવા જિલ્લામાં હોસલેસ ડિલર્સ એપોઈન્ટમેન્ટ કરવામાં આવ્યા છે. આ હોલસેલ ડિલર્સ ફ્રેન્ચાઈઝીના પાર્લર સુધી પ્રોડક્શન પહોંચાડી શકશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page