Only Gujarat

National TOP STORIES

ફોન પર મીઠી મીઠી વાતો કરીને ફસાવે છે, પછી આ રીતે પડાવે છે પૈસા

પાલીમાં પતિ-પત્ની દ્વારા કરવામાં આવતાં હની ટ્રેપ કેસમાં હવે ગેંગની ત્રીજી મહિલાને પોલીસે પકડી છે. મૂળ દિલ્દીની રહેવાસી મહિલા શહેરનાં ઘણાં પ્રતિષ્ઠિત લોકો સાથે મીઠી-મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. આ મહિલાનું નામ શ્વેતા ઉર્ફે શીતલ છે. તેણે જેની સાથે લગ્ન કર્યાં હતાં તે 4 વર્ષથી જેલમાં છે. રૂપિયાની તંગીથી હેરાન શ્વેતાએ રમેશ ચૌધરી અને ભાવનાની હની ટ્રેપ ગેંગ જોઈન કરી લીધી હતી.

ન્યૂ દિલ્હીના કટરા, ગોકુલશાહ સીતારામ બજારની રહેવાસી 35 વર્ષીય શ્વેતા ઉર્ફે શીતલના લગ્ન પંકજ શર્મા સાથે થયાં હતાં. કોઈ બાબતે પંકજ જેલમાં છે. છેલ્લાં ચાર વર્ષથી વધારે સમયથી તે જેલમાં છે. તેના પિતાનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારમાં આર્થિક મુશ્કેલી હોવાને લીધે શ્વેતા વૃદ્ધ માતા પર બોજ બનવા માગતી નહોતી. એટલે કામ શોધવા લાગી હતી. આ દરમિયાન તે સ્પા સેન્ટર સાથે જોડાઈ ગઈ હતી. લગભગ 2 વર્ષ પહેલાં શ્વેતા દિલ્હીથી રાજસ્થાન આવી હતી. તેને કુમ્ભલગઢ, પાલી, જાલોર અને બાડમેરના સ્પા સેન્ટરમાં પણ કામ કર્યું હતું.

હની ટ્રેપ પ્રકરણ સાથે જોડાયેલા ગણેશ દેવાસી પાલી શહેરના એક સ્પા સેન્ટરમાં મેનેજર હતો. તે સ્પા સેન્ટરમાં શ્વેતા પણ કામ કરતી હતી. ગણેશે પછી સ્પા છોડી દીધું અને રમેશ ચૌધરી સાથે જોડાઈ ગયો હતો. ગણેશે જ શ્વેતાની મુલાકાત ભાવના સાથે કરાવી હતી. એકથી વધુ લોકોને ફસાવવાના હોય તો તે શ્વેતાને બોલાવતાં હતાં. શ્વેતાનું કામ ફોન પર લોકો સાથે મીઠી-મીઠી વાતો કરી તેમના ઘર સુધી લઈ આવવાનું હતું. પોલીસે કરેલી અત્યારસુધીની તપાસમાં શ્વેતા આ ગ્રુપમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

પાલીમાં સ્પામાં કામ કરતી વખતે શ્વેતા ભાવના સાથે તેના ઘરે રહેતી હતી. ભાવના પકડાઈ તે પહેલાં જ તે બાડમેર જતી રહી હતી. તેને જેવી ભાવના અને દિવ્યા પકડાઈ ગઈ હોવાની માહિતી મળી તો તે જાલોર જતી રહી હતી. તે ત્યાંથી દિલ્હી ભાગવાની તૈયારીમાં હતી. ગૌતમ જૈનની ટીમ તેને પકડીને પાલી લઈને આવી હતી.

આ તપાસ કરી રહેલાં અત્યાચાર નિવારણ સેલના DSP ઓમપ્રકાશ સોલંકીએ જણાવ્યું કે, અત્યારસુધી આ પ્રકરણમાં આરોપી નારલાઈ નિવાસી રમેશ (24), તેમની કથિત પત્ની ભાવના (24) અને દિવ્યા (27) અને દિલ્હી નિવાસી (35) શ્વેતા ઉર્ફે શીતલની ધરપકડ કરી છે. જોકે, બાબૂલાલ, મેઘવાલ, ગણેશ દેવાસી, મોહમ્મદ રફીક સહિતના આરોપી હજુ ફરાર છે. પોલીસ આ આરોપીઓની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, આ ગ્રુપનો મેમ્બર રાકેશ પહેલાં અમિર લોકોના નંબર લાવતો હતો. આ પછી ગ્રુપમાં સામેલ મહિલા તેમની સાથે ફ્રેન્ડશીપ કરતી હતી. મીઠી-મીઠી વાતો કરી તેમને ઘર સુધી બોલાવતી હતી.

પીડિત જેવો જ મહિલાના ઘરે પહોંચે, ત્યારે ચાલાક મહિલાઓ અને યુવતી તેને રૂમમાં એકલા લઈ જતી હતી. રૂમમાં જ રમેશ તેના સાથી સાથે આવીને ધમકાવતો હતો. પીડિતનો વીડિયો બનાવી લેતો હતો. મારઝૂડ કરી તેમને બ્લેકમેલ કરતો હતો. હેરાન થયેલા પીડિત ડરીને ગેંગને રૂપિયા આપી દેતા હતા.

You cannot copy content of this page