Only Gujarat

National TOP STORIES

પ્રેમ ના જુએ નાત કે ના જુએ ઉંમર…! 22 વર્ષીય યુવક સાત બાળકોની માતાના પડ્યો પ્રેમમાં

લખનઉઃ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 22 વર્ષીય યુવકને એવી મહિલા સાથે પ્રેમ થઈ ગયો, જે સાત બાળકોની માતા છે. આટલું જ નહીં તેને પાંચ બાળકોની દાદી તો બે બાળકોની નાની છે. આ મહિલાની ઉંમર 60 વર્ષની છે.

આ ઘટના અત્માદ્દૌલાના પ્રકાશ નગરની છે. જ્યારે મહિલાનો પતિ તથા દીકરો 22 વર્ષીય યુવકની સામે પોલીસ ફરિયાદ કરવા આવ્યા ત્યારે આ આખો કિસ્સો સામે આવ્યો હતો. આ સમય દરમિયાન યુવક પણ પરિવારને લઈને પોલીસ સ્ટેશન આવી ગયો હતો. પોલીસમાં જ બંને પક્ષ વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં જ 60 વર્ષીય મહિલા તથા યુવકે લગ્ન કરવાની વાત કરી હતી. બંનેના પરિવારે તેમને સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ એક પણ વાત માનવા તૈયાર નહોતાં. અંતે, પોલીસે પણ આ બંને પ્રેમીજનોને સમજાવ્યા હતાં.

પોલીસે યુવક તથા 60 વર્ષીય મહિલાને આ સંબંધને લઈ સમજાવ્યા હતાં પરંતુ તે કોઈની પણ વાત કાને ધરવા તૈયાર નહોતાં. અંતે, પોલીસે યુવક પર શાંતિ ભંગની એફઆઈઆર કરી હતી.

યુવક તથા મહિલા અનેકવાર ઘરેથી ભાગી ગયા હતાં. પરિવારે તેમને સમજાવ્યા બાદ તેઓ બંને પોલીસ સ્ટેશન આવ્યા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page