Only Gujarat

FEATURED National

લગ્નના થોડાં સમય પહેલાં જ યુવતીની વાત સાંભળીને પરિવારને આવી ગયો આંચકો તો પાર્ટનર ખુશીથી નાચી ઊઠી!

ટોરેન્ટોઃ દુનિયાએ આજે સજાતીય સંબંધોને માન્યતા આપી દીધી છે. જો કે, હજી પણ કેટલાક એવા દેશો છે, જ્યાં તે ગેરકાયદે છે. કેનેડામાં ગે કપલને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે. પરંતુ ઘણીવાર આવા સંબંધો કન્ફ્યૂઝિંગ હોય છે. હવે કેનેડામાં સામે આવેલા આ અનોખા મામલાને જોઈ લો. અહીં રહેતી બે છોકરીઓને અહેસાસ થયો કે તેમને છોકરામાં નહીં, છોકરીઓમાં રસ છે. બંનેએ બાદમાં ડેટિંગ એપના માધ્યમથી એકબીજાને પસંદ કર્યા. પરંતુ લગ્નના કેટલાક દિવસો પહેલા તેમાંથી એકને અહેસાસ થયો કે તે મર્દ બનવા માંગે છે. એટલે તેને છોકરીઓમાં રસ છે. જે બાદ લગ્નનના થોડા દિવસે પહેલા જ તે છોકરીમાંથી છોકરો બની ગઈ. હવે તે પોતાની પાર્ટનર સાથે પતિના રુપમાં જીવન વિતાવી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલે પોતાની લવ સ્ટોરી શેર કરી. જુઓ આ કપલના બદલતા સંબંધોની તસવીર…

કેનેડાના આલ્બર્ટમાં રહેતી ચેસ અને એલને પોતાની અનોખી સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરી. તેમણે 2017માં પોતાના સંબંધોની શરૂઆત કરી હતી. તેમની મુલાકાત ડેટિંગ એપ પર થઈ હતી.

2017માં જ્યારે આ સંબંધી શરૂઆત થઈ ત્યારે બંને છોકરીઓ હતી. બંનેને એ ખબર પડી ચૂકી હતી કે તેમને છોકરીઓમાં રસ છે. જે બાદ ટિન્ડર પર બંને મળ્યા અને સંબંધોની શરૂઆત થઈ.

ગયા વર્ષે બંનેએ પતિ-પત્નીના રૂપમાં લગ્ન કર્યા. જી હાં, 28 વર્ષના ચેસને અહેસાસ થયો કે તેને રસ છોકરીઓમાં છે, કારણ કે તે ખરેખર છોકરી છે. તેનો જન્મ ખોટા શરીરમાં થઈ ગયો છે. આ વાતનો અહેસાસ થયા બાદ તેણે આ વાત એલનને જણાવી. તેણે કહ્યું કે એલન સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ પતિ બનીને.

બંનેએ આ વાતનું ડિસ્કસન કર્યું. જે બાદ હોર્મોન્સ બદલવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. ગયા વર્ષના સપ્ટેમ્બરથી ચેસ હોર્મોન્સમાં ફેરફાર માટે દવા લઈ રહ્યો છે. જો કે હજી સુધી તેણે કોઈ સર્જરી નથી કરાવી. કપલે હાલમાં જ તેમની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી. તેઓ દુનિયાના ટ્રાન્સજેન્ડર્સને સપોર્ટ કરવા માંગે છે.

સંબંધની શરૂઆત વિશે એલને કહ્યું કે તેઓ પહેલા ટૉક્સિક રિલેશનમાં હતા. જેને ખતમ કર્યા બાદ ટિન્ડર પર પોતાના પહેલા લેસ્બિયન પાર્ટનરને શોધ્યા. તે ચેસ સાથે ખૂબ જ ખુશ હતી. બે વર્ષ ડેટ કર્યા બાદ અહેસાસ થયો કે તેમણે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ લગ્નના એક અઠવાડિયા પહેલા ચેસે તેને કેટલીક જરૂરી વાતો કરવા બોલાવી.

ચેસે કહ્યું કે તે લગ્ન કરવા માંગે છે પરંતુ પતિ બનીને. પછી તેણે ખુલાસો કર્યો તે ખરેખર મર્દ બનવા માંગે છે એટલે તેને છોકરીઓમાં રસ છે. એલને તેની ભાવનાને સમજી. હવે બંને લગ્ન કરી ચુક્યા છે. ચેસ પોતાના હોર્મોનલ ચેન્જીસથી ઘણી ખુશ છે. તેના ચહેરા પર દાઢી આવી ચુકી છે. જો કે હજી સુધી ચેસની કોઈ સર્જરી નથી થઈ. પરંતુ તે જલ્દી જ પૂર્ણ રીતે પુરુષ બની જશે.

You cannot copy content of this page