Only Gujarat

National

યુદ્ધની વચ્ચે થયો પ્રેમ, લગ્ન કરવા કેટરીના છેક રાજસ્થાન આવી

આજકાલ રાજસ્થાનના અલવર જિલ્લામાં થયેલ એક લગ્ન બહુ ચર્ચામાં છે. આ લગ્ન હતાં એક રાજસ્થાની છોકરા અને વિદેશી ગોરી મેમનાં. એટલું જ નહીં, આ લગ્નમાં લગભગ 9 કરતાં વધારે દેશોના મહેમાનોએ પણ ભાગ લીધો. આ લગ્ન હતાં રાજસ્થાનના અલવરના રહેવાસી અરૂણ અને યૂક્રેનમાં એક ઈવેન્ટ કંપની ચલાવતી કેટરીનાનાં. લગભગ 2 વર્ષના રિલેશન બાદ બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યાં.

અરૂણે જણાવ્યું કે, વર્ષ 2021 માં પહેલીવાર કોરોના દરમિયાન તેની મુલાકાત કેટરીના સાથે થઈ હતી. કારણકે આ સમયે અરૂણ અને કેટરિના બંને એકજ કૉરન્ટિન સેન્ટરમાં રહેતાં હતાં. ત્યારબાદ ધીરે-ધીરે વર્ષ 2022 ની શરૂઆત થઈ અને આ દરમિયાન રૂસ અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ.

દુલ્હન કેટરીનાનો પરિવાર યુદ્ધનો ફસાઈ ગયો. પરંતુ અહીં પણ અરૂણે કેટરીનાના પરિવારની મદદ કરી. તેમને સુરક્ષિત રીતે યુદ્ધમાંથી બહાર કાઢ્યાં. જેનાથી બંનેનો પ્રેમ મજબૂત બન્યો અને કેટરિનાના પરિવારને પણ અરૂણ બહુ ગમ્યો.

6 મહિના પહેલાં જ જ્યારે અરૂણના પરિવારને કેટરિના વિશે ખબર પડી ત્યારે તેઓ યૂક્રેન ગયાં, ત્યાં તેમણે કેટરીનાના પરિવાર સાથે લગ્નની વાત કરી અને લગ્નની તારીખ નક્કી કરી. તાજેતરમાં જ 3 મહિના પહેલાં બંને સાથે ભારત આવ્યાં. ત્યારબાદ બંનેએ રાજસ્થાની રીતિ-રિવાજથી બંનેનાં લગ્ન થયાં. આ લગ્નમાં ઈન્ડોનેશિયા, ઈરાન જેવા 9 દેશોના લોકોએ ભાગ લીધો.

ઉલ્લેખનિય છે કે, અલવરનો રહેવાસી અરૂણ શર્મા આઈઆઈટિયન કરોડપતિ બિઝનેસમેન છે. જે પોતાના સ્ટાર્ટઅપની સાથે બીજી ઘણી કંપનીઓમાં સેવા પણ આપે છે.

You cannot copy content of this page