Only Gujarat

Bollywood

એવું તો સુશાંતના જીવનમાં શું બન્યું કે કરી લીધી આત્મહત્યા, પોલીસ હજી પણ નથી જાણી શકી કારણ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ આ મામલે હજી સુધી સીબીઆઈની કોઈ કાર્યવાહી નથી થઈ. ચાહકો અને સિતારાઓ સતત સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હાલમાં જ આ કડીમાં નિર્ભયા ગેંગરેપ કેસની વકીલ રહેલા સીમા સમૃદ્ધિ પણ જોડાઈ ચુક્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદીને આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની અપીલ કરી છે.

સીમા સમૃદ્ધિએ ટ્વીટ કરતા કહ્યું કે, માનનીય પ્રધાનમંત્રી જી, સુશાંત સિંહની મૃત્યુનું સત્ય જાણવું દરેક ભારતીયનો અધિકાર છે, પરંતુ એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતા મુંબઈ પોલીસ સત્ય સામે લાવવામાં નિષ્ફળ રહી છે. તમને અનુરોધ છે કે અમારા પસંદગીના હીરોનો કેસ હવે સીબીઆઈને સોંપી દો.

જો કે એ દાવા સાથે ના કહી શકાય છે કે આ અકાઉન્ટ સીમા સમૃદ્ધિનું જ છે, કારણ કે એ અકાઉન્ટ પર બ્લૂ ટિક નથી. પરંતુ તેમના બાકીના ટ્વીટને જોઈને એ કહી શકાય છે કે આ તેમનું જ અકાઉન્ટ છે, કારણ કે સીમા સમૃદ્ધિએ ટ્વિટરને પોતાનું અકાઉન્ટ વેરિફાઈ કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે સમૃદ્ધિ નિર્ભયાની વકીલ છે, જેમણે 7 વર્ષ સુધી નિર્ભયા ગેંગરેપ મામલાનો કેસ લડ્યો હતો. 20 માર્ચ 2020ના દિવસે નિર્ભયાના દોષિતોને ફાંસી અપાવીને સમૃદ્ધિએ ચેનથી શ્વાસ લીધો હતો. હવે સીમાએ સુશાંતના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે.

મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલામાં પોલીસે અત્યાર સુધી 35થી વધુ લોકોની પૂછપરછ કરી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. હવે એ જોવાનું રહેશે કે સુશાંતનો મામલે સીબીઆઈ સુધી પહોંચે છે કે નહીં. સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે અંગે હજી સુધી ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી.

You cannot copy content of this page