Only Gujarat

Bollywood Sports

વિશ્વમાં માત્ર 181 લોકો જ આ ભારતીય યુવતી કરતાં કરે છે વધુ કમાણી, જાણો આખરે કોણ છે આ?

નવી દિલ્હીઃ ઈન્સ્ટાગ્રામનું રિચ લિસ્ટ 2020 હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ વર્લ્ડ વાઈડ અને કન્ટ્રી વાઈઝ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ભારતના રિચ ઈન્સ્ટાગ્રામ પેઈડ લોકોમાં પહેલા અને બીજા નંબર પર વિરાટ કોહલી અને પ્રિયંકા ચોપરા છે. આ બંનેને પોતાની એક-એક પોસ્ટ માટે અઢી કરોડ કે તેનાથી વધારે રકમ આપવામાં આવે છે. Hopper HQ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારતની એક મોડેલનું નામ પણ છે, જેનું નામ કૃતિકા ખુરાના છે. તે ચંદીગઢની છે.

કૃતિકા ખુરાના ભારતમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે પૈસા લેતા ટોચના પાંચ લોકોમાં સામેલ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા સહિત માત્ર 4-5 ભારતીયોનું નામ જ સામેલ છે. યાદી પ્રમાણે ભારતમાં એક પોસ્ટ માટે વિરાટ કોહલી સૌથી વધુ, તે બાદ પ્રિયંકા ચોપરા, પછી એક ટ્રાવેલરનું નામ છે.

ઈન્ડિયાના લિસ્ટમાં કૃતિકા ખુરાના ચોથા નંબર પર છે, જ્યારે વર્લ્ડ વાઈડ રિચ લિસ્ટ 2020માં તે 182માં નંબર છે. એટલે કહી શકાય છે કે દુનિયાભરમાં 181 લોકો જ એવા છે, જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે કૃતિકા કરતા વધુ ચાર્જ કરે છે. કૃતિકા ખુરાના એક મૉડેલ અને બ્લૉગર છે, જે ફેશન, બ્યૂટી પર લખે છે.

કૃતિકા thatbohogirlના નામ પર ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે. તેનું યૂ-ટ્યૂબ અકાઉન્ટ પણ છે. કૃતિકાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 3000 ડૉલર મળે છે, એટલે કે લગભગ 2 લાખ 25 હજાર રૂપિયા. કૃતિકાના ઈન્સ્ટાગ્રામ પર હાલ 8 લાખ 48 હજાર ફૉલોઅર્સ છે. તેમના યૂટ્યૂબ અકાઉન્ટ પર પણ તેમના લાખો સબસ્ક્રાઈબર્સ છે. કૃતિકાનો ચાર્મ તેની તસવીરોમાં સાફ નજર આવે છે.

You cannot copy content of this page