Only Gujarat

Bollywood

માત્ર 12 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, અનિલ કપૂરની આ રસપ્રદ વાતો નહીં હોય ખબર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરનો આજે 63મો જન્મદિવસ મનાવી રહ્યો છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956 ચેમ્બુરમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં અનિલ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અનિલ કપૂર 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત અનિલ કપૂર હોલિવૂડ અને ટીવી શોમાં પણ કામ કરી ચૂક્યાં છે. 40 વર્ષના કેરિયર દરમિયાન અનિલ કપૂરે છ વખત ફિલ્મફેર અને બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

પરંતુ અનિલ કપૂરનો લુક્સ, એટીટ્યુડ, અંદાજ અને ફિટનેસને જોતાં એવું લાગે છે તેમની ઉંમર 63 નહીં પણ 36 હોય તેવું લાગે છે. જેને લઈને સૌથી વધારે અનિલ કપૂર ચર્ચામાં રહે છે. 40 વર્ષના લાંબા કરિયર બાદ પણ અનિલ કપૂર આજે પણ પોતાને ફિટ રાખે છે. અનિલ કપૂર આરોગ્યને લઈને શિસ્તબદ્ધ આહારનું પાલન કરતા જોવા મળે છે. અનિલ કપૂર ખાંડ અને જંક ફૂડને એવોઈડ કરે છે. મોડી રાત સુધી ચાલી રહેલી બોલિવૂડ પાર્ટીઓમાં તે જોવા મળતાં નથી. આજ કારણે તેઓ 63ની ઉંમરમાં પણ 36ના જોવા મળે છે.

અનિલ કપૂર આજે પણ એકદમ ફિટ જોવા મળી રહ્યાં છે. અનિલ કપૂર પોતાને ફિટ રાખવા માટે પોતાનો ડાયટને બહુ જ નિયંત્રિત રાખતા હોય છે. જેના માટે અનિલ કપૂર દિવસમાં 5થી 6 વખત થોડું-થોડું જમે છે. અનિલ કપૂરના જમવામાં શાકભાજી, દાળ, ઓટ્સ, ફિશ, બ્રોકલી, ચિકન અને પ્રોટીન શેક્સ સામેલ છે.

નિયંત્રિત ડાયટની સાથે અનિલ કપૂર દરરોજ 2થી 3 કલાક વર્કઆઉઠ કરે છે. અનિલ કપૂર દરરોજ 20 મીનિટ સુધી કાર્ડિયો કરે છે. ત્યાર બાદ તેઓ ફ્રી વેટ પુશ-અપ્સ, ક્રંચેસ, ચેયર સ્ક્વાટ વર્ક આઉટ કરે છે. અનિલ કપૂરના વર્ક આઉટમાં ઝડપી સાયકલિંગ પણ સામેલ છે.

અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956માં મુંબઈમાં ફિલ્મ નિર્માતા સુરિંદર કપૂરના ઘરે થયો હતો. અનિલ કપૂરે વર્ષ 1979માં ઉમેશ મહેરાની ફિલ્મ ‘હમારે-તુમ્હારે’થી પોતાના ફિલ્મની કરિયરની શરૂઆત કરી હતી. અનિલ કપૂર કન્નડ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. અનિલ કપૂરને ત્રણ સંતાનો છે જેમાં સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર.

અનિલ કપૂરે ઘણી હિટો ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી 1985માં આવેલી ફિલ્મ ‘મેરી જંગ’, ‘યુદ્ધ’, 1986માં રીલિઝ થયેલ ફિલ્મ ‘કર્મા’, ‘આપ કે સાથ’, ‘મિસ્ટર ઈન્ડિયા’ ‘ઘર હો તો એસા’ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અનિલ કપૂરે ડૈની બોયલની ઓસ્કાર પુરસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયનેરમાં પણ કામ કર્યું છે.

You cannot copy content of this page