Only Gujarat

Bollywood

ક્યારે સામે આવશે સુશાંતની આત્મહત્યાનું સત્ય? હજી નથી ઉકેલાયા આ સેલેબ્સની મોતના રહસ્યો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. મુંબઈ પોલીસની સાથે બિહાર પોલીસ પણ આ મામલે કૂદી ગઈ છે. રોજ પોલીસ આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદન નોંધી રહી છે. જોકે હજુ સુશાંતની આત્મહત્યાનું કારણ સામે નથી આવ્યું. આ ક્યારે સામે આવશે તે કોઈ જાણતું નથી. હાલ કેસ અંગે ઝડપી કાર્યવાહી થઈ રહી છે. પરંતુ બોલિવૂડના ઘણા એવા સેલેબ્સ છે જે સુશાંતની જેમ ઘણા સેલેબ્સના મોત પાછળ રહેલા રહસ્યોને આજસુધી ઉકેલવામાં આવ્યા નથી.

સુશાંત સિંહ અને દિવ્યા ભારતી
સુશાંત સિંહે 14 જૂને પોતાના મુંબઈના ઘરે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. જે પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલ આ કેસને આત્મહત્યા બતાવી રહી છે જ્યારે ફેન્સ અને પરિવારજનો તેની પાછળ ષડયંત્ર હોવાની વાત કરી રહી છે. દિવ્યા ભારતનીનું મોત પણ આવી જ રહસ્યમય સ્થિતિમાં થયું હતું. તેનું મોત 19 વર્ષની વયે બિલ્ડિંગ પરથી કૂદવાના કારણે થયું હતું. પરંતુ વાસ્તવિક કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

શ્રીદેવી: બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી સાથે પણ કંઈક આવું જ થયું. તેનું મોત દુબઈની એક હોટલના બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. આ એક દુર્ઘટના હતી કે કુદરતી મોત તેની પાછળ હજુસુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. બાથટબમાં ડૂબવાના કારણે એક્ટ્રેસના નિધન પાછળ આજેય રહસ્ય અકબંધ છે.

જીયા ખાન: એક્ટ્રેસ જીયા ખાનનું મોત રહસ્યમય સ્થિતિમાં થયું હતું. તેણે માત્ર 25 વર્ષની વયે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જીયાની આત્મહત્યા મામલે આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીનું નામ સામે આવ્યું હતું. તેમછતાં આજેય જીયા ખાનના મોત પાછળનું રહસ્ય ઉકેલાયું નથી.

પરવીન બૉબી : વિતેલા જમાનાની સુપરસ્ટાર એક્ટ્રેસ પરવીન બૉબીનું મોત રહસ્યમય સ્થિતિમાં થયું હતું. તેમના મોતના 3 દિવસ બાદ લોકોને આ અંગે જાણ થઈ હતી. તેમના મોત પાછળનું રહસ્ય પણ ક્યારેય ઉકેલાયું નથી. એ પણ નથી જાણી શકાયું કે એક્ટ્રેસનું મોત કુદરતી હતું કે આત્મહત્યા.

મનમોહન દેસાઈ: ફિલ્મમેકર મનમોહન દેસાઈનું મોત પણ એક રહસ્ય બની રહી ગયું. ડિરેક્ટરનું પોતાના ઘરની બાલ્કનીમાંથી પડવાના કારણે મોત થયું હતું. આ વાત રહસ્ય જ રહી કે આ દુર્ઘટના હતી કે આત્મહત્યા.

કુણાલ સિંહ: એક્ટર કુણાલ સિંહે ફિલ્મ ‘દિલ હી દિલ મે’થી કરિયરનો પ્રારંભ કર્યો હતો. એક્ટરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરંતુ તે એક આત્મહત્યા હતી કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું તે વાત સ્પષ્ટ થઈ શકી નથી.

સ્લિક સ્મિતા: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ સ્લિક સ્મિતા પોતાના બોલ્ડ અંદાજને કારણે જાણીતી હતી. 17 વર્ષીય ફિલ્મ કરિયરમાં લગભગ 450 ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જીવનના અંતિમ દિવસોમાં સ્લિક ડિપ્રેશન, ફિલ્મ વર્લ્ડમાં રહેલી હરિફાઈ જેવી વાતોથી ચિંતિત હતી અને અંતે રહસ્યમય સ્થિતિમાં તેનું મોત થયું હતું.

ગુરુદત્ત: ફિલ્મમેકર ગુરુદત્તનું મોત પણ રહસ્યમય સ્થિતિમાં થયું હતું. તેમનો મૃતદેહ ઘરે મળી આવ્યો હતો. એ વાત સ્પષ્ટ નહોતી થઈ કે તેમનું મોત દવાના ઓવરડોઝના કારણે થયું કે આત્મહત્યા કરી હતી.

You cannot copy content of this page