Only Gujarat

International

100 લોકોની હાજરીમાં મેસેજ પર ક્લિક કર્યું અને મૂકાયો શરમજનક સ્થિતિમાં

લંડનઃ ઘણીવાર એવી ઘટના બનતી હોય છે જેના કારણે લોકો અચાનક જ શરમજનક સ્થિતિમાં મુકાઈ જતા હતા. યુકેના રેડિચ ટાઉન હોલમાં બનેલી આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં 100 લોકો વચ્ચે ચાલતી એક મિટિંગ દરમિયાન એવી ઘટના બની જે અંગે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. મિટિંગમાં એક વ્યક્તિના ફોન પર મેસેજ આવ્યો, તે જોવાને કારણે તે વ્યક્તિને મિટિંગ હોલમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે વ્યક્તિએ પોતાની ભૂલ માનવાને બદલે બતક પર આરોપ લગાવી લૂલો બચાવ કર્યો હતો. આ સાથે જ મિટિંગમાંથી બહાર કરાયા બાદ તે વ્યક્તિએ કાઉન્સિલને આમ કરવા બદલ માફી માગવા પણ કહ્યું.

મિટિંગમાં વીડિયો મેસેજ જોવો ભારે પડ્યો
આ ઘટના યુકેથી સામે આવ્યો, જ્યાં રેડિચ ટાઉન હોલમાં 100 લોકોની એક મિટિંગ ચાલી રહી છે. આ મિટિંગમાં સામેલ એક વ્યક્તિના ફોન પર એક વીડિયો મેસેજ આવ્યો. જે જોવું વ્યક્તિ માટે મોંઘુ સાબિત થયું. આ વ્યક્તિનું નામ ડેવિડ વેસ્ટ છે. તે એક ઈલેક્ટ્રિશિયન છે અને વાર્ડસ્ટરમાં રહે છે. ઘટના બાદ તેને મિટિંગમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

વીડિયો પ્લે થતા જ અશ્લીલ અવાજ સંભળાયો
મિટિંગ દરમિયાન ડેવિડે મેસેજ ખોલ્યોને સંપૂર્ણ હોલમાં અશ્લીલ ફિલ્મનો અવાજ સંભળાવવા લાગ્યો. ડેવિડે હેડફોન લગાવ્યા નહોતા. આ એક પોર્ન ક્લિપ હતી અને તેમાંથી યુવતીની અશ્લીલ અવાજો સંભળાતી હતી. અચાનક બનેલી ઘટનાથી ડેવિડને કંઈ સમજાયું નહીં અને 30 સેકન્ડ સુધી હોલમાં આ અશ્લીલ અવાજ સંભળાતો રહ્યો.

બતક પર લગાવ્યો આરોપ
કાઉન્સિલે ડેવિડ પર નિયમ ભંગ અને મિટિંગને અટકાવવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સૌથી શોકિંગ તો ડેવિડ પોતાના બચાવ માટે આપેલો જવાબ હતો. ડેવિડની પૂછપરછ કરાતા તેણે કાઉન્સિલ વિરુદ્ધ જ મોરચો માંડ્યો. તેણે નિયમ ના તોડવા અને અશ્લીલતા ના ફેલાવી હોવાની વાત કરી. તેણે વીડિયો અશ્લીલ ક્લિપ નહોતી અને બતકનો અવાજ હોવાનું જણાવ્યું હતું.

ડેવિડના મતે બતકના અવાજને સૌએ પોર્ન ક્લિપ માની લીધી. કાઉન્સિલે તેની પાસેથી વીડિયો માંગ્યો ત્યારે તેણે વીડિયો ડિલિટ કરી દીધો હોવાની વાત કરી હતી. જે પછી પૂછપરછ કરનારી ટીમ હસવા લાગી હતી. ઘણા લોકોએ ડેવિડનો લોજિકને ખોટો ગણાવ્યો અને કહ્યું કે, તેઓ ત્યાં હાજર હતા અને જાણે છે કે જે અવાજ આવ્યો તે બતકનો નહોતો પરંતુ પોર્ન ક્લિપમાં રહેલ યુવતીનો હતો.

You cannot copy content of this page