Only Gujarat

FEATURED Sports

વડોદરામાં આવેલા આ લક્ઝૂરિયસ વિલામાં રહે છે હાર્દિક પંડ્યા, અંદરથી છે આટલું આલીશાન

હાર્દિક પંડ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય છે. પંડ્યાએ ઘણાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતને જીત અપાવી છે. દેશ-વિદેશની ધરતી પર પોતાની બેટિંગ અને બોલિંગથી લોકોના છક્કા છોડાવનારા હાર્દિક પંડ્યા ગુજરાતના વડોદરાના રહેવાસી છે. હાર્દિકનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું, પણ હવે તેમની પાસે વડોદરામાં ભવ્ય ઘર છે. આવો અમે તમને બતાવી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ઘર.

હાર્દિક પંડ્યાનું આ ઘર વડોદરાના સૌથી પૉશ વિસ્તારમાં છે. આ ઘરમાં તે આખા પરિવાર સાથે રહે છે.

હાર્દિક પંડ્યાનું આ પેન્ટાહાઉસ 6 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

ઘરમાં એટલી જગ્યા છે કે, હાર્દિક ઘણીવાર ભાઈ કૃણાલ પંડ્યા સાથે ઘરમાં જ ક્રિકેટ રમે છે.

હાર્દિના ઘરની ડિઝાઈન અનુરાધા અગ્રવાલે કરી છે. અનુરાધા ઓલિવ ક્રિએશન્સની ક્રિએટિવ ડિરેક્ટર છે.

ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.

ઘરની અંદર હાર્દિકે જીમ પણ બનાવ્યું છે.

ઘરની અંદર હોમ થિએટર પણ લગાવવામાં આવ્યું છે.

ઘરના બેડરૂમમાં ભાઈ કૃણાલ સાથે રમતો હાર્દિક પંડ્યા.

હાર્દિક પંડ્યાનું કિચન.

You cannot copy content of this page