Only Gujarat

Bollywood FEATURED

અનુષ્કા શર્માને જાય છે સાતમો મહિનો, કોરોનાકાળમાં પણ ઘર રહેવાને બદલે કરે છે કામ

મુંબઈઃ અનુષ્કા શર્મા અત્યારે પોતાની પ્રેગ્નન્સિ પિરિયડ એન્જોય કરી રહી છે. તે ડિલિવરી પહેલાં પોતાના દરેક એસાઇન્મેન્ટ પૂરા કરી લેવાં માગે છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કાને પ્રેગ્નન્સિનો આઠમો મહિનો ચાલી રહ્યો છે. તે નવા વર્ષે એટલે કે જાન્યુઆરીમાં પોતાના પહેલાં બાળકને જન્મ આપશે. પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં ઘણો સમય પસાર કર્યાં પછી મુંબઈ પાછા આવી કામ કરવા લાગી છે. રિપોર્ટ્સ મુજબ અનુષ્કા કોમર્શિયલ શૂટ કરી રહી છે. હાલમાં જ તેમના એક એડ શૂટના ફોટો સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ ખુશ લાગી રહી છે. તેમના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. સામે આવેલાં ફોટોમાં અનુષ્કા નાના પીળા રંગના ડ્રેસમાં ખિલખિલાટ હસતી જોવા મળી રહી છે. તેમના વાળ ખુલ્લા છે અને જૂતા પણ પહેર્યાં છે. જોકે, તેમની એક ભૂલને લીધે તે સોશિયલ મીડિયા પર યૂઝર્સે ટ્રોલ પણ કરી રહ્યાં છે.

એડ શૂટ કરતી વખતે અનુષ્કાના જે ફોટો સામે આવ્યા છે તેમાં તેમનું બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં તે પ્રેગ્નન્સિના આઠમાં મહિનામાં પણ વગર ચિંતાએ ઝડપથી ચાલતી જોવા મળી રહી છે.

અનુષ્કાના ફોટો જોઈ કેટલાક લોકોએ તેમના લુકના વખાણ પણ કરી રહ્યા છે તો કેટલાક બેદરકારી પણ કરી રહ્યાં છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, ‘બાળકનો જીવ મુશ્કેલમાં નાખી રહ્યા છો, રૂપિયા માટે, કેટલી ભૂખ છે રૂપિયાની, આખી ઉંમર છે રૂપિયા કમાવવા માટે.’

એક અન્યએ કોમેન્ટ કરતાં કહ્યું કે, ‘કામ કરવી સાર વાત છે પણ આ માહોલમાં આટલી બેદરકારી રાખવી યોગ્ય છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડશે.’ એક અન્ય યૂઝરે કહ્યું, ‘બાળકોની ચિંતા ઓછી કરો ઓછામાં ઓછું માસ્ક તો પહેરી લો.’

કહેવામાં આવી રહ્યું છે કે, અનુષ્કા ડિલિવરી પછી મે 2021માં કામ પર પાછી આવશે અને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેશે.

પ્રેગ્નન્ટ અનુષ્કાના સામે આવી રહેલા ફોટોમાં તેમનું વજન ખૂબ જ વધેલું લાગી રહ્યું છે. એટલું જ નહીં પ્રેગ્નન્સિને લીધે તેમના ગાલ પણ ફૂલી ગયાં છે. ઉલ્લેખનીય છે કે, તેમને આઠમો મહિનો ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા નવા વર્ષે જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે અને પત્ની માટે વિરાટ પણ પેરેન્ટલ લીવ પર રહેશે.

પ્રેગ્નન્સીમાં અનુષ્કા ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખી રહી છે. માત્ર અનુષ્કા જ તેમના પતિ વિરાટ કોહલી પણ આ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે પત્નીએ સમયે ખાવાનું ખાધુ કે નહીં.

થોડા મહિના પહેલાં સોશિયલ મીડિયા પર એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરતાં કહ્યું કે, ‘કપલના ઘરમાં દીકરાનો જન્મ થશે કે દીકરીનો.’ જ્યોતિષીએ કહ્યું હતું કે, ‘કપલના ચહેરાને જોઈ જ્યોતિષી ગણના મુજબ સૌથી વધારે ચાન્સ દીકરી થવાના છે.’

અનુષ્કા અત્યારે ફિલ્મોથી દૂર છે. તેમની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. તે છેલ્લીવાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આમ તો, અનુષ્કા વેબ સિરિઝ પ્રોડ્યૂસ કરી રહી છે અને તેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે.

You cannot copy content of this page