Only Gujarat

Bollywood FEATURED

આજે પણ 26/11નો એ કારમો દિવસ નથી ભૂલી શક્યો આ એક્ટર, બહેનનું થયું હતું મોત

મુંબઈઃ 26 નવેમ્બર 2008ની તારીખ દરેક ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે પાકિસ્તાનથી આવેલાં લશ્કર એ તૌએબાના 10 આતંકીઓએ ત્રણ દિવસ સુધી મોતની ખૂની રમતમાં 166 લોકોના જીવ લીધા હતા. આ 166 લોકોમાં બૉલિવૂડ એક્ટર આશિષ ચૌધરીની બહેન અને બનેવી પણ સામેલ હતાં. ઉલ્લેખનીય છે કે, આશિષની બહેન મોનિકા છાબરિયા અને તેમના બનેવી અજીત છાબરિયા ટ્રાએન્ડન્ટ હોટેલ સ્થિત રેસ્ટોરાંમાં ડિનર કરી રહ્યા હતાં. આ દરમિયાન બે આતંકીઓ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આશીષ 48 કલાક સુધી હોટેલ બહાર પોતાની બહેનની રાહ જોઈને ઊભો હતો. બે દિવસ પછી તેમને પોતાની બહેનના મોતના સમાચાર મળ્યા હતાં.

આશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘26/11 મુંબઈ હુમલા પછી 40 દિવસો સુધી ડિપ્રેશનમાં હતો. આ સમય મારા આખા પરિવાર માટે ખરાબ સમય હતો.’

આશીષે જણાવ્યું હતું કે, ‘આ દરમિયાન આપણે બધા ખરાબ સમયમાંથી પસાર થયા હતાં. મારા પિતાની એડવર્ટાઇઝિંગ એજન્સી ડીફ્રૉડ થઈ ગઈ હતી. મારી પત્ની સમિતા ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. મારી માનું એક્સિડન્ટ થઈ ગયું અને તેમના ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.’

તેમણે જણાવ્યું હતું કે, ‘મારા દીકરાનો પણ હાથ તૂટી ગયો હતો. ત્યાં સુધી કે મારા ત્રણ વર્ષના ડૉગની આંખનું વિઝન પણ જતું રહ્યું અને તેના બધા અંગ ખરાબ થઈ ગયાં હતાં.’

આશીષે પોતાની બહેનને યાદ કરતાં કહ્યું હતું કે, ‘મોનિકાના બંને બાળકો કનિષ્ક અને અનન્યા તે સમયે 11 અને 6 વર્ષના હતાં. તે લોકોએ તે સમયે ખરાબ સમય જોયો હતો.’

તેમણે કહ્યું, ‘મારી બહેન દરેકને ખૂબ પ્રેમ કરતી હતી. તે મારી ખૂબ જ મોટી ફેન હતી. હું જે કરતો હતો તેને પ્રોત્સાહિત કરતી હતી. આજે પણ તેમના વખાણ મને યાદ આવે છે.’

તો એક્ટર વિજય આનંદ પણ આ હુમલામાંથી માંડ-માંડ બચ્યા હતાં. તે પોતાની પત્ની સોલાની ખરે સાથે તાજ હોટેલમાં ડેટ પર ગયાં હતાં અને ત્યાં પહોંચ્યાના 10 મિનિટ પછી આતંકિઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

સોનાલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘પહેલાં તો અમને વિશ્વાસ નહોતો થયો, અમને લાગ્યું કે ગેંગવોર થઈ રહ્યો છે. હું જીવ બચાવવા માટે પતિ સાથે હોટેલના કિચનમાં છુપાઈ ગઈ હતી. કિચનમાં અમારા ઉપરાંત 40 લોકો હતો. 10 કલાક સુધી મોતના છાયામાં ત્યાં જ છુપાઈ રહ્યાં. જોકે, પછી કમાન્ડોએ અમારો જીવ બચાવ્યો હતો.’

You cannot copy content of this page