Only Gujarat

Bollywood

રણબીર કપૂરના ડોગીએ તેના પર જ કર્યો હુમલો, તરત જ ભાગવું પડ્યું હોસ્પિટલ

મુંબઈઃ રણબીર કપૂરને જાનવરો પ્રેમ છે. રણબીર કપૂર પાસે અનેક પ્રકારના ડૉગ્સ અને કેટ્સ છે. જેના ફોટો અનેકવાર સોશિયલ મીડિયામાં સામે આવતાં રહે છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, રણબીર કપૂર પર તેમના પાલતું ડૉગે હુમલો કર્યો છે, જેનાં કારણે તેમને તાત્કાલિક જ હોસ્પિટલ જવું પડ્યું હતું.

રિપોર્ટ મુજબ, રણબીરના ડૉગીએ તેમના પર એટેક કર્યો હતો. જેને લીધે તેમના ચહેરા પર ઈજા પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ સામાન્ય ઈજા હતી પણ રણબીર કપૂર ડૉગ દ્વારા તેમના ચહેરા પર કરવામાં આવેલા એટેક લીધે રિસ્ક લેવા માગતા નહોતા, એટલે તેઓ ડૉક્ટરની સલાહ લેવા માટે તાત્કાલિક જ હોસ્પિટલ પહોંચી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આલિયા ભટ્ટ રણબીરના પેટ ડૉગ લિયોનેલ સાથે મસ્તી કરતાં જોવા મળી હતી. આલિયા અને રણબીરને પેટ ખૂબ જ પસંદ છે, જે સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટો પરથી સ્પષ્ટ કહી શકાય છે.

રણબીર કપૂર છેલ્લે સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’માં જોવા મળ્યો હતો. હવે રણબીર કપૂર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષના અંતે રિલીઝ થવાની હતી, પણ કહેવામાં આવી રહ્યું છે કે, હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરના પિતા રિશી કપૂરનું ગત 30 એપ્રિલે કેન્સરને લીધે નિધન થયું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page