Only Gujarat

Bollywood

આલીશાન ઘરને પણ ટક્કર આપે એવી છે રીતિક રોશનની આ લક્ઝૂરિયસ કાર, ઈનસાઈડ તસવીરો

મુંબઈઃ બોલિવૂડના એક્ટર, ડાન્સર અને સુપરહીરો રીતિક રોશનને કારનો ખૂબ જ શોખ છે. એવામાં હવે તે કારની બાબતમાં વધારે ધ્યાન આપી રહ્યા છે અને રીતિક રોશને થોડાં સમય પહેલાં જ તેમની નવી Mercedes-Benz V-Class કારને ઇન્ટેરિયર કંપની DC2 પાસે કસ્ટમાઇઝ કરાવી છે. રીતિકની કારના કેટલાંક ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. રીતિકની આ મર્સિડીઝ આલીશાન ઘરને પણ ટક્કર આપે છે. તો અમે, તમને બતાવીએ રીતિક રોશને મોડિફાઇડ કરાવેલી મર્સિડીઝના ઇનસાઇડ ફોટો.

રીતિક રોશનની લાઇફસ્ટાઇલના તેમના ફેન્સ પણ દીવના છે. રીતિકનું ઘર હોય કે તેમની કાર દરેક એકથી એક ચઢિયાતી છે. રીતિક રોશનને કારનો ખૂબ શોખ હોવાને કારણે તેમને મર્સિડીઝ વી-ક્લાસને મોડિફાઇડ કરાવી છે. જે હવે ખૂબ જ આલીશાન બની ગઈ છે.

રીતિકની મર્સિડીઝને DC2 કંપનીએ કસ્ટમાઇઝ્ડ કરી છે. તેમની કારના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

કારના ફોટો જોઈ લાગે છે કે, કાર કેટલી આલીશાન છે. તેમની મર્સિડીઝને કસ્ટમાઇઝ કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. જે પછી આ કાર એક આલીશાન ઘર જેવી દેખાવા લાગી હતી.

રીતિક રોશનની મર્સિડીઝ વી-ક્લાસના અંદરના ભાગને મૉડીફાઇડ કરવામાં આવી છે. જેની બીજી લાઇનની સીટને કેપ્ટન સીટના રૂપમાં રાખવામાં આવી છે. ત્રીજી લાઇનમાં સોફા સીટની રીતે રાખવામાં આવી છે અને બંને એકબીજાની સામે રાખવામાં આવી છે.

આ સોફા સીટમાં હોરિઝૉન્ટલ અને ફૂટ રેસ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે. જેને લીધે તે એક બેડની જેમ પણ બની જાય છે.

કારની અંદર એમ્બિયન્ટ લાઇટિંગ અને રીડિંગ લાઇટ પણ લગાવવામાં આવી છે. આ સાથે જ ઇન્ટેરિયરમાં અનેક જગ્યા પર લાકડા સાથે ક્રોમ પણ લગાવવામાં આવ્યું છે. જેની છત પર એસી વેન્ટ્સ પણ જોવા મળે છે.

આ કારની અંદર રેફ્રિજરેટર અને સેન્ટર ટેબલની પણ સુવિધા આપવામાં આવી છે. કારની વિંડો ઇલેક્ટ્રીકલી છે, છત પર લાઇટ રાખવામાં આવી છે, જેને લીધે કેબિનમાં સરળતાથી લાઇટ થઈ જાય છે.

રીતિક રોશનની કારના એન્જીનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત કારમાં ટ્વિન જંપ સીટ છે. જેમાં એક 32 ઇંચનું ટીવી પણ લગાડવામાં આવ્યું છે.

આ કારની અંદરનું કામ લેધરથી કરવામાં આવ્યું છે. કારની સીટનો રંગ સફેદ છે. ઉલ્લેખનીય છે કે, રીતિક રોશનને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. આગળ બે સીટમાં ઇલેક્ટ્રીક કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે. રીતિક રોશનની આ કાર કોઈ આલીશાન ઘર કરતાં ઓછી નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page