Only Gujarat

Bollywood

મામા સલમાનના ચહેરા પર સ્મિત જોઈ આવું હતું 9 મહિનાની ભાણીનું રિએક્શન

મુંબઈઃ સલમાન ખાન હંમેશા કોઈને કોઈ વાતને લીધે ચર્ચામાં રહે છે. સલમાન ખાન લૉકડાઉન થયું ત્યારે પણ બૉલિવૂડમાં રોજનું રોજ કમાનારા લોકોને કરેલી મદદ અને ખાદ્યસામગ્રી આપવાને લીધે પણ ચર્ચામાં હતા. આ દરમિયાન સલમાન ખાનનો તેમના ભાણી-ભાણીયા સાથે રમતાં ક્યૂટ ફોટો સામે આવ્યા છે. મહત્ત્વનું છે કે, સલમાન ખાને તેમના ઇન્સ્ગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન જલદી જ તેમની ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ શરૂ કરશે.

સલમાન ખાન અત્યારે તેમના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર સમય પસાર કરી રહ્યા છે. લૉકડાઉન પહેલાંથી જ સલમાન ખાન તેમના ફાર્મહાઉસ પર છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. અત્યારે સલમાન ખાને તેમના પરિવારના ખાસ સભ્યોના ફોટો શેર કર્યા છે.

સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યાં છે. જેમાં સલમાન ખાન તેમના ભાણીયા આહિલ, ભાણી આયત અને ભત્રીજા નીર્વાણની સાથે જોવા મળી રહ્યો છે. સલમાન આહિત અને આયતને ખોળામાં રાખી છે. સલમાન ખાને તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે, ‘ભાઈ-બહેન’.

9 વર્ષની આયત તેના મામા સલમાનના ખોળામાં ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. વધેલી દાઢી અને વીંખાયેલા વાળ અને મામા સલમાનના ચહેરા પરના સ્મિતને એક ધારી નજરે જોઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આહિલ અને આયત તેમના મામા સલમાન ખાનને મળમાં માટે તેમના ફાર્મહાઉસ આવ્યા છે. જ્યાં સલમાન ખાન બંનેની સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે.

આહિલ અને આયત સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્માના બાળકો છે. બંને બાળકો તેમના મામાની ખૂબ જ નજીક છે.

થોડાં દિવસો પહેલા સલમાન ખાને તેમના ફાર્મહાઉસ પર ટ્રેક્ટર ચલાવતો વીડિયો શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે તેમના ફાર્મહાઉસ પર ખેતી કરવામાં વ્યસ્ત છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની અપકમિંગ ફિલ્મ ‘રાધે’ છે. જેમાં તેમની સાથે ફિલ્મમાં દિશા પટણી, રણદીપ હુડ્ડા, જેકી શ્રૉફ અને ગૌતમ ગુલાટી હશે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ 80 પૂરું થઈ ગયું છે. ફિલ્મના કેટલાક સીન્સને શૂટ કરવાના બાકી છે. આ ઉપરાંત એક ગીત પમ શૂટ કરવાનું બાકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page