Only Gujarat

Bollywood

કોઈ આલીશાન મહેલથી ઓછી લક્ઝુરિયર્સ નથી આલિયા ભટ્ટની વેનિટી વેન, જુઓ INSIDE ફોટો

મુંબઈઃ આલિયા ભટ્ટ લૉકડાઉ પછી અનલૉક -1 નજીકના સંબંધીઓ સાથે પસાર કરી રહી છે. આલિયા ભટ્ટનું બેકગ્રાઉન્ડ ભલે ફિલ્મી હોય પણ તેણે પોતાની મહેનતથી સિનેમામાં ખુદ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. ‘સ્ટૂડન્ટ ઓફ ધી યર’થી લઈ હમણાં રીલિઝ થયેલી ફિલ્મો સુધી, આલિયાએ તેને શ્રેષ્ઠ સાબિત કરી છે. આલિયાની લાઇફસ્ટાઇલ ખૂબ જ લક્ઝુરિયર્સ છે. એટલું જ નહીં તેમની પાસે પોતાની લેવિસ વેનિટી વેન પણ છે. અમે તમને બતાવીએ વેનિટી વેનની અંદરના ફોટો…

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના એક ફેન પેજે તેમની વેનિટી વેનના ફોટો શેર કર્યા છે, જેનો જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ તે જગ્યા છે જ્યાં આલિયા તેના કરતાં વધુ સમય રહે છે.

આલિયાએ આ વેનિટી વાન પોતાની પસંદથી ડિઝાઇન કરાવી છે. અત્યારે લોકૉડાઉન અને અનલૉક-1ને લીધે તે પોતાના ઘરે છે, પણ જ્યારે શૂટિંગનો સમય હોય ત્યારે આલિયાને આ જગ્યાએ સૌથી વધુ શાંતિ અનુભવાય છે.

આલિયાની વેનિટી વેન ખૂબ જ કોઝી છે. આમાં રંગીન કુશન, સાઇટ લેમ્પ, ટેબલ અને ચેર જેવી દરેક વસ્તુ શાનદાર છે. થોડાં સમય પહેલાં આલિયા ભટ્ટે તેને રિનોવેટ કરાવી હતી. આ ફોટોમાં આલિયા ભટ્ટનો મેકઅપ રૂપ જોઈ શકાય છે.

આ વેનિટી વેનની તુલના હરતાં-ફરતાં આલિશાન ઘર સાથે કરી શકાય છે. વેનિટી વેનના આ ભાગને આલિયા ભટ્ટનો હરતો-ફરતો ગ્રીન રૂમ કહી શકાય છે.


મળતી માહિતી મુજબ, આલિયા ભટ્ટની આ વેનિટી વેનને ગૌરી ખાને ડિઝાઈન કરી છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

You cannot copy content of this page